SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ છે. આ સાંભળી રામચંદ્રજી પ્રફુલ્લિત થયા અને પુત્રોને મળવા ગયા. લવ-કુશે પણ તેમના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. રામચંદ્રજીએ સીતાજીને અયોધ્યા નગરીમાં પ્રવેશ કરવા કહ્યું. ત્યારે સીતાજી તે નગરમાં ત્યારે જ પ્રવેશ કરશે જ્યારે અગ્નિ પરીક્ષામાં પાસ થાય. આખરે એક ઊંડી ખાઇ ખોદવામાં આવી તે ધગધગતા અંગારાથી ભરપૂર ભરવામાં આવી. ઉપર કાષ્ટ નાખી, અગ્નિ પ્રગટાવી, પ્રચંડ અગ્નિમાં સીતાજી પ્રવેશ કરે છે. તેની પવિત્રતાના પ્રભાવથી અગ્નિ શાંત થઇ ગયો. તેની જગ્યાએ ખાઇ બે કાંઠે ઠંડા પાણીથી છલોછલ ભરપૂર બની ગઇ અને વચ્ચે કમલના ફૂલ ઉપર સીતાજી આનંદપૂર્વક બેઠેલા જોવામાં આવ્યા. પ્રજાજનો એકી સાથે સીતાજીની જય બોલાવી તેમને વંદન કર્યા. રામચંદ્રજી પણ વિશુધ્ધ સતીના ચરણમાં પડ્યાં અને પોતે આપેલ દુઃખ માટે સીતાદેવીની માફી માંગી. સીતાજી સંસારની અસારતા સમજી દીક્ષા લેવા તૈયાર થયા. તેમણે સ્વયંમેવ પંચમુષ્ઠિ લોચ કર્યો, દીક્ષિત થયા. સખત તપ, જપ, સંવર, ક્રિયાઓ કરી અંતિમ સમયે અનશન કરી સીતાદેવી બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ શાશ્વત એવી સિધ્ધગતિને પ્રાપ્ત કરશે. તડિત્યેશ રાક્ષસપતિ તેના પત્ની શ્રીચંદ્રા પુત્ર સુકેશ તેની પત્ની ઇંદ્રાણી તેના ત્રણ પુત્રો- ૧.માળી, ર.સુમાળી, ૩.માલ્યવાન ઈંદ્રજીત મેઘવાહન ની પત્ની મંદોદરી ની પત્નિ પ્રીતિમતી નો પુત્ર રત્નથવાની પત્ની કૈકસી(વ્યોમબિંદુરાજાની દિકરી) પુત્ર ૧.રાવણ (પ્રતિવાસુદેવ)(અર્ધચક્રી)(દશમુખ) ૨.કુંભકર્ણની પત્ની તડિન્માળા ૩.સુર્પણખા ૪.વિભીષણની પત્ની પંકજશ્રી 146
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy