SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ - આ તરફ રામ-લક્ષ્મણને ખબર પડે છે કે કોઈ દુષ્ટ દગો કર્યો છે. આખરે સુગ્રીવની મદદથી હનુમાનજી ને સીતાજીની શોધમાં મોકલ્યા. હનુમાનજી અશોકવાટિકામાં રામચંદ્રજીની સુવર્ણ મુદ્રિકા લઈ પહોંચ્યા ત્યારે સીતાજીએ સાત્વન આપી તે રામચંદ્રજી પાસે આવી પહોંચ્યા અને સઘળી હકીકત કહી. રામ-રાવણનું યુધ્ધ થાય છે. વિભિષણ જે રાવણનો ભાઈ છે તે પણ રાવણને ઘણું સમજાવે છે. છતાં રાવણ માન્યો નહિ. તેથી વિભિષણ રામને શરણે થયો. લક્ષ્મણના બાણે રાવણ ઘવાયો, મૃત્યુ પામ્યો. રામચંદ્રજી લશ્કર સાથે લંકામાં પ્રવેશ કર્યો. સીતાજી રામચંદ્રજીના પગે પડ્યાં. રામચંદ્રજીએ લંકાની ગાદી પર વિભિષણને બેસાડ્યો અને વનવાસની મુદત પૂરી થતાં તેઓ અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. રામચંદ્રજી ન્યાયી રાજા તરીકે પંકાયા. પ્રજાના સુખ દુઃખ સાંભળવા તેઓ રોજ રાત્રે નગરચર્ચા જોવા નીકળતા. એક રાત્રે ધોબીના ઘર પાસે ઉભા રહી સાંભળ્યું કે સીતાજી છ મહિના રાવણને ત્યાં રહ્યા તો તે કદાપિ શુધ્ધ હોઈ શકે જ નહિ. ખરેખર રામચંદ્રજી પ્રજાપાલક કહેવાય છે છતાં તેમને ત્યાં અંધેર! સીતાજીનું પૂર્વ કર્મ ઉદયમાં આવ્યું. રામચંદ્રજી બીજે જ દિવસે રથ સારથિને સુચન કરી સીતાજીને જંગલમાં મૂકી આવવાનું કહે છે. સારથિ સગર્ભા સીતાજીને જંગલમાં મૂકી આવે છે. સીતાજી ભયાનક વનમાં અહિ તહિ ભટકવા લાગ્યા. અને કર્મને દોષ દેતા કયાં જવું તેનો વિચાર કરવા લાગ્યા. તેવામાં પુંડરિકપુરનો રાજા વજસંઘ ત્યાં આગળ નીકળ્યો. સગર્ભા અને દુઃખી સ્ત્રી જોઈ તેને દયા આવી. તેને બહેન ગણી રક્ષણ આપવાનું કહી પોતાના રાજ્યમાં લઈ ગયો. કાળાન્તરે સીતાજીએ બે મહાન પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ અનંગલાવણ અને બીજાનું નામ મદનઅંકુશ બંને પુત્રો બહોંતેર કળામાં પ્રવીણ અને પરાક્રમી બન્યા. યુવાવસ્થાને પામતા વજસંઘે પોતાની કન્યા અનંગલવણને પરણાવી અને મદનઅંકુશ માટે પૃથ્વીપુરના રાજા પૃથ્વીરાજાની કનકમાળા નામની કન્યાની માંગણી કરી. લવ-કુશ કોના પુત્ર છે એ બાબત માતા દ્વારા જાણતા તેઓ પોતાની માતાને વગર વાંકે કાઢી મૂકવા બદલ રામ અને લક્ષ્મણ પર ખૂબ ગુસ્સે થયા. તેમના સામે લડાઈ કરવાનું નક્કી કર્યું. સીતાજીએ એમ ન કરવા સમજાવ્યા પણ તેઓ એક ના બે ન થયા. બંને વચ્ચે રણસંગ્રામ મંડાયો. લક્ષ્મણે લવ-કુશ પર પોતાનું સુદર્શનચક્ર છોડ્યું. તે બંને ભાઈઓની આસપાસ ફરીને લક્ષ્મણની પાસે પાછું આવ્યું. રામચંદ્રજીના સૈન્યનો પરાજય થયો. રામચંદ્રજી શોક પામ્યા. નારદજી આવી અને સત્ય હકીકત કહે છે કે લવ-કુશ તમારા પુત્રો છે માટે તમે શોક ન કરો. તમારી જીત 145
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy