SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સતી સીતા - એક બાજુ રાજવૈભવને ત્યાગીને રામની સાથે નીકળેલી સીતા, તો બીજી બાજુ સીતાજી તરફ આકર્ષિત થયેલા પતિનો પ્રેમનો સંદેશ લઈને સીતાજી સમક્ષ આવનારા મંદોદરી છે. આદર્શ સાસુ - રામને વનવાસની અનુમતિ આપતી વખતે કૌશલ્યાને જે દુ:ખ થયું હતું એનાથી અનેકગણું અધિક દુ:ખ સીતાને અનુમતિ આપતા થયું હતું. તે આપણી સામે સાસુનું આદર્શ દૃષ્ટાંત પૂરું પાડે છે. ચમત્કારો:- બાળકો માટે આકાશગામી વિદ્યાધર, શિતાદિવ્ય, કૃત્રિમાકૃત્રિમ સુગ્રીવ, જટાયુદેવ, અતુલ શક્તિશાલી અને વિનમ્ર હનુમાન, ચમત્કારોના સર્જક વિવિધ દેવ વગેરે પાત્રો અદ્ભુત આકર્ષણ ઊભું કરે છે. શ્રીરામ પ્રત્યે એમનું શું ઋણાનુબંધ હશે કે દેવલોકના વિભિન્ન સ્તરોથી જટાયુ વગેરે દેવો પૃથ્વી ઉપર ખેંચાઈ આવતા હતા. રામાયણના પ્રત્યેક પાત્ર ઉપર એક સ્વતંત્ર ગ્રંથ લખી શકાય એવી વિશેષતા એકએક પાત્રમાં ભરી પડી છે. આમ, યુવા પેઢી રામાયણના પાત્રોના જીવન વડે નવા ધ્યેય અને આદર્શોના નિર્માણનું કાર્ય કરી શકે છે. રામાયણના દરેક પાત્રનું ભાષણ, સંભાષણ, મૌન, ક્રિયા, પ્રક્રિયા અને ધર્મસાધના આપણા માટે બોધકારક બને છે. રામાયણમાં વિમાનશાસ્ત્ર અને શસ્ત્રાસ્ત્રોનો ઉલ્લેખ પણ મળે છે. તેમાં રાજા મધુની પાસે અમરેન્દ્ર આપેલો પ્રક્ષેપાસ્ત્ર પણ શામિલ છે. જે લગભગ તેરહજાર કિ.મી. દૂર જઈને પ્રહાર કરીને ફરી ફરી પોતાના સ્વામી પાસે આવી જતું. આ જ ગ્રંથોના અભ્યાસ થકી કદાચ વિદેશી વૈજ્ઞાનિકોએ અનેક અન્વેષણ કર્યા હશે. રામાયણનું અધ્યયન કરવાથી કઈ કઈ રીતે ફાયદો થાય છે અને યુવા પેઢી તેનો કયાં કેવી રીતે ઉપયોગ કરે છે - અત્યારના આધુનિક યુગમાં આપણા વધતા તનાવ અને સામાજિક તનાવથી મુકાબલો કરવાનું શીખવે છે. સીતાના વિરહઅગ્નિમાં બળતા રામે પોતાનું દુ:ખ ભૂલી જઇ જટાયુ, સુગ્રીવ આદિની સહાય કરી. સામાજિક સંબંધોની શિથિલતા જે અત્યારે વધતી જાય છે તેની સામે દઢતા પ્રદાન કરી છે. રામાયણનો સાદ આપણા રક્તપ્રવાહની અંદર વહે છે અને હૃદયની ધડકનોમાં સંભળાય છે. આજનું જીવન જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરી રહ્યું છે, ટી.વી. તેમજ 137
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy