SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.વૃધ્ધ કંચુકીને જોઈ રાજા દશરથ. ૩.રાવણનું મૃત્યુ જોઈને વૈરાગી બનેલા કુંભકર્ણ, ઇન્દ્રજીત, મેઘવાહન, મંદોદરી. ૪.પિતાશ્રીની દીક્ષાથી ભરત. પ.પુત્રનો વૈરાગ્ય જોઈને કેકેયી. ૬. સંસાર સુખની અસારતા સમજીને સીતાજી. ૭.સૂર્યાસ્તને જોઈ હનુમાનજી. ૮.લક્ષ્મણનું મૃત્યુ જોઈને લવ-કુશ. ૯.દેવના પ્રતિબોધથી રામ. ૧૦.રામની દીક્ષા સાંભળીને શત્રુઘ્ન. ૧૧.લક્ષ્મણની ઉત્તરક્રિયાથી જાગૃત થયેલા સુગ્રીવ, બિભીષણ આદિ. આમ રામાયણને દીક્ષાની ખાણ કહેવાય છે. યુવા વર્ગ આ ગ્રંથમાં છળકતા વીરરસ અને વૈરાગ્યરસથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે. પાપ કાર્યને રોકવા માટે રામચંદ્રજી અને લક્ષ્મણજી ડર્યા ન હતા. વર્તમાનકાળ રામાયણથી કાંઈ વિશેષ ભિન્ન નથી. પાપી અને અધમ મનોદશા રાખનાર વ્યક્તિઓને રોકવા અને સદાચારની રક્ષા માટે પ્રયત્ન કરવો જોઇએ. કેટલાકે બુધ્ધિજીવીઓ એમ માને છે કે જેના સિધ્ધાંતોમાં અહિંસાને અનાવશ્યક મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી જૈન ક્ષત્રિયો પોતાના ધર્મ સિધ્ધાંતોનો સ્વીકાર કરીને ક્ષાત્રધર્મથી દૂર થતા જાય છે. પરંતુ એમની ધારણા ખોટી છે. કારણકે રામલક્ષ્મણ, સીતાના શીલ ધર્મની રક્ષા મટે અપરાધી રાવણના વિરુધ્ધ યુધ્ધ કર્યું જ હતું. અન્યાય, અનૈતિકતા, અસદાચારના વિરોધમાં આવશ્યકતા અનુસાર યુધ્ધનો સંદેશ આપનાર જૈન સિધ્ધાંતનું આ પાસુ રામાયણમાં પ્રગટરૂપે દેખાય છે. માતૃપ્રેમ - બધા પથંત્રોની મૂલ-સૂત્રધાર કૈકેયીને પણ વનવાસ જતી વખતે રામચંદ્રજી પ્રણામ કરે છે. ઓરમાન માતા કૈકેયી પ્રત્યે પણ તે સગી માતા જેવો વ્યવહાર કરે છે. ભાતૃપ્રેમ:- ભાતૃભક્ત લક્ષ્મણ ઘર છોડી રામને અનુસરે છે. અને ભરત પણ ઘણા કાળ સુધી ઇચ્છા ન હોવા છતાં શ્રીરામના આદેશને અનુસરીને રાજ્યનો પદભાર સંભાળ્યો. 136
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy