________________
ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ.
ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી અને મગના બધા દાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યા. ચોરે ધ્યાન દઇને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણા ઉંધા જ પડ્યા હતા. એ જોઇને ચોરે કહ્યું-ભાઇ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી, ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જો તારા મગ ઉંધા ન પડયા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કર્ષક અને તસ્કર બન્નેની કર્મજા બુધ્ધિનું ઉદાહરણ છે.
(૩) કોલિક :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઇને ચોકસાઇ પૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળકાથી આ વસ્ત્ર તૈયાર થઇ જશે. આ વણકરની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે.
(૪) ડોવઃ- કડછી- એક સુથાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મજા બુધ્ધિ પ્રાપ્ત થઇ હતી.
(૫) મોતીઃ- સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે યત્નાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઇને પરોવાઇ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુધ્ધિનું ઉદાહરણ છે.
(૬) ધૃતઃ- કોઇ કોઇ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા રથમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગર ઘી ભરી શકે છે. આ તેની કર્મજા બુધ્ધિનું ઉદાહરણ છે.
(૭) પ્લવકઃ- (નટ)- નટ લોકોની ચતુરાઇ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને અનેક પ્રકારના ખેલ કરે છે. તો પણ નીચે પડતા નથી. લોકો દાંતની નીચે પોતાની આંગળીઓ દબાવીને જુએ એટલા આશ્ચર્ય ચકિત થઇ જાય છે. એ નટ લોકોની કર્મજા બુધ્ધિની ચતુરાઇ છે.
(૮) તુષ્ણક (દરજી):- કુશળ દરજી કપડાની એવી સફાઇથી સિલાઇ કરે છે કે તેણે કઇ જગ્યાએ સિલાઇ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કર્મજા બુદ્ધિની ચતુરાઇ
છે.
(૯) વઠ્ઠઇઃ- સૂથાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે. તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય?
128