SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરૂએ કહ્યું-તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિશે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હું તો તમો બન્નેને સદા સાથે બેસીને જ શીખવાડું છું. મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયન શોભતે વિદ્યા વિનયથી શોભે છે અર્થાત વૃદ્ધિ પામે છે. વિનયથી પાત્રતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરૂની હિત શિક્ષા સાંભળીને શિષ્ય લજ્જિત થઇને મૌન રહ્યો. આ વનયિકી બુદ્ધિનું ઉદાહરણ વિનીત શિષ્યનું છે. આ પ્રમાણે બીજા પણ દષ્ટાંતો વેનચિકી બુધ્ધિના વર્ણવ્યાં છે. કર્મના બુદ્ધિનું લક્ષણ અને તેના દ્રષ્ટાંતો:(૧) સુવર્ણકારઃ- હેરણ્યક-સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પગ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો. (૨) કર્ષિકઃ- ખેડૂત. એક ચોર કોઈ વણિકના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃતિ બની ગઈ. પ્રાત:કાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈ ત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યા. એ જનસમૂહમાં ચોર પણ છૂપા વેષમાં હતો. તે પોતાની ચતુરાઇની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું-ભાઈઓ! એની આટલી પ્રશંસા ? અને એમાં અચંબાની શું વાત છે? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે. ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને મારવા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું તમે કોણ છો? મને શા માટે મારવા ઈચ્છો છો ? ચોરે કહ્યું-તે તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમ નહોતી કરી? ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બુરાઈ તો નથી કરીને? એમ જ કહ્યું હતુ કે જે માણસ જે કાર્ય કરતો હોય તેમાં પોતાના અભ્યાસના કારણે કુશળ જ હોય છે? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઉર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકુ છું. ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને કિસાનની વાત પર વિશ્ર્વાસ 127
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy