________________
વિમુખ રહેવાના કારણે મદનમંજરી ગણિકાને ત્યાં બહોંતર કલાયુક્ત બનાવવા માટે મોકલે છે, ત્યાં બાર વર્ષ રહ્યા. માતા પિતાના મરણ થતાં ધન ચાલ્યું ગયું ત્યારે ગણિકા તેને પોતાના ઘરેથી કાઢી મૂકે છે. કયવન્ના પાછા ઘરે આવ્યા. પત્નીના કહેવાથી પરદેશ જવા તૈયાર થાય છે. નસીબ જોગે તે ધનવાન ‘કુબેરદત્ત’ના ઘરે આવી ચડે છે. બાર વર્ષ સુધી સુખ-સાહેબી ભોગવે છે. અંતે પ્રભુ મહાવીર પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી દીક્ષા ગ્રહણ કરી આત્માનું કલ્યાણ કરે છે.
૧૭. હીરવિજયસૂરિના બાર બોલનો રાસ
સં. ૧૬૮૪ શ્રાવણ વદ ૨ ગુરુવાર
ખંભાત
જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ પૃ. ૪૩૯-૪૪૦માંથી આ રાસની આદિની ૧થી ૪ ગાથા અને અંતની ૨૮૯થી ૨૯૪ ગાથા પ્રાપ્ત થાય છે.
-
આદિ – હીરવિજયસૂરિના બાર બોલના રાસનો પ્રારંભ ગૌતમ ગણધરના ગુણ સ્તવનથી કરવામાં આવે છે. ત્યાર પછી શારદાદેવીની કૃપા લઈ આ કૃતિ રચવામાં આવી છે.
હીરવિજયસૂરિના બાર બોલ એ બાર મેઘ સમાન, બાર આદિત્ય સમાન, અને બાર ઉપાંગ સમાન (મૂલ્યવાન છે) છે. બાર વ્રતોનું પાલન જેમ સ્ત્રી-પુરુષોને તારે છે તેમ આ બાર બોલનું અનુસરણ પણ એમને સંસાર સમુદ્રમાંથી તારે છે.
અંત રાસના અંતે કવિ કહે છે કે જે મોટાના કહેવા પ્રમાણે ચાલે છે તે ભવિષ્યમાં પૂજ્ય છે. ઋષભદાસ એવા મોટેરાંના ગુણગાન ગાય છે. સારભૂત અને શ્રેષ્ઠ એવા બાર બોલના રાસને જાણનાર અને ગણનારનો જયજયકાર થાય છે.
આ રાસની કુલ ગાથા ૨૯૫ છે.
આદિ
અંત
-
જૈનોના બે અગત્યના વિભાગો (ખરતરગચ્છ અને તપગચ્છ) વચ્ચે સંપ અને સહકાર સ્થાપવાના હીરવિજયસૂરિના પ્રયત્ન ઉપર આ રાસમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રાસ કુલ ૨૯૪ કડીનો છે. આ રાસ હજુ અપ્રગટ છે. સાંપ્રદાયિક સંપ અને સહકાર ઉપર આ રાસ રચ્યો હોવાથી તેમાંથી સંપ અને સહકારની ભાવના ઉપર સારાં તત્ત્વો મળી આવવા પૂરતો સંભવ છે. ૧૮. મલ્લીનાથ રાસ સંવત ૧૬૮૫ ખંભાત.
આ રાસની શરૂઆત સરસ્વતીના સ્મરણથી કરવામાં આવે છે. અંતમાં કવિ પોતે જણાવે છે કે,
જ્ઞાતાધર્મકથા સુસાર. છઠઈ અંગે
એહ વિર.
સંમધ સોચ ત્યાંહાથી મંઈ ગ્રહી, રાસ ૨૨ ને હઇઅડઇ ગહઇ સહી. છઠ્ઠા ‘શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર'માં મલ્લિનાથ વિના આઠમા અધ્યયનમાંથી સાર ગ્રહણ કરીને મલ્લિનાથ રાસની રચના કરી છે.
સ્ત્રી પણ પુરુષના જેટલી જ શક્તિશાળી છે. તેમ જ સ્ત્રી અને પુરુષ બન્ને મોક્ષના અધિકારી છે, એટલું જ નહિ પણ પુરુષની માફક સ્ત્રી પણ તીર્થંકરપણું - ઈશ્વરત્વ પામી શકે છે. એ સબળ લોકશાહી સિદ્ધાંત ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'ની મલ્લી નામની કથામાં સુંદર રીતે પ્રતિપાદન કરેલો છે. મૂળકથા પ્રાકૃતમાં લખાયેલી છે. તેના ઉપરથી રચાયેલો ઋષભદાસનો આ ‘મલ્લીનાથ
== ૫૭