SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ઉપદેશમાલા રાસ - સંવત ૧૬૮૦ મહાસુદ-૧૦ ગુરુવાર ખંભાત. આ રાસ મહાવીરસ્વામી હસ્તદીક્ષિત શિષ્ય ધર્મદાસગણિએ રચેલ પ્રાકૃત ગ્રંથ ઉપદેશમાલા' ઉપરથી રચાયેલો છે એમ કવિ પોતે તેમાં જણાવે છે. જેમ કે, એણિ પરિ બોલિયા ગણિ ધરમદાસજે, ગ્રંથ ઉપદેશમાલા જ કીધો, તેહ રાસ રચિઉ બહુ ભાતિસ્યું તેહ ભણિ વિબુધ જનમાંહિ પ્રસિધ્ધો.10 આદિ – ઉપદેશમાલા રાસનો પ્રારંભ વીણા વગાડતી, હાથમાં પુસ્તક ધારણ કરતી, હંસ પર બેસતી અને બહુ દેવીઓની સાથે રહેતી બ્રહ્મસુતાના સ્મરણથી કરવામાં આવે છે. અંત - કવિ કહે છે કે, આત્મહિત માટે મેં વિસ્તારપૂર્વક આ રાસની રચના કરી છે. ઉપદેશમાલા રાસ તરવા માટે (સંસાર સમુદ્ર) નાવ સમાન છે. અનંતસુખ આપનાર અને એને સાંભળતા કે ગણતા સકલ સંઘનું મંગલ થાય છે. એ પાપરૂપી અંધકારનો નાશ કરી મુક્તિનગરના માર્ગને પ્રકાશિત કરનાર છે. કવિ કહે છે કે, આ રાસની રચના કરતા મને તો જાણે કે આજે કામધેનુ ચિંતામણિ મળ્યાં છે. મારા મનના સર્વ મનોરથ ફળ્યા. ૧૪. શ્રાદ્ધવિધિ રાસ – સંવત ૧૬૮૨ વૈશાખ સુદ-૫ ગુરુવાર ખંભાત. આ રાસની શરૂઆત સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. શ્રાદ્ધવિધિ શું છે? અને એ વિધિ કોણે બતાવી? એના જવાબમાં કહ્યું છે કે, રાજગૃહી નગરીમાં જ્યારે વીર જિનેશ્વર પધાર્યા અને અભયકુમાર ઉલ્લાસ સહિત એમને વાંદવા માટે ગયા ત્યારે વીરપ્રભુએ શ્રાવકવિધિના છ બોલ પર પ્રકાશ પાડ્યો હતો. એ છ બોલ રૂપે શ્રાવકની સમાચારી વિસ્તારથી આલેખી છે. ૧૫. શ્રેણિક રાસ – સંવત ૧૬૮૨ આસો સુદ-૫ ગુરુવાર ખંભાત. શ્રેણિક પ્રભુ મહાવીરના સમયમાં મગધના રાજા હતા. બૌદ્ધ ગ્રંથોમાં તેમનું નામ “બિંબિસાર’ જોવામાં આવે છે. આ રાસમાં શ્રેણિક રાજાનું ચરિત્ર આપેલું છે. આદિ – આ રાસની શરૂઆત શારદાદેવીની કૃપા યાચના સાથે કરવામાં આવે છે. કવિએ ચાર લીટીમાં સરસ્વતીની સુંદર સ્તુતિ કરી છે. અંત – અંત પ્રશસ્તિમાં કવિએ આપેલું ખંભાતનું સુંદર વર્ણન કવિના કવિત્વની ઝાંખી કરાવે છે. ૧૬. કયવન્ના રાસ - સંવત ૧૬૮૩ – ખંભાત. પ્રથમ જિનેશ્વરદેવની (ઋષભદેવ) સ્તુતિ કરીને કયવન્ના રાસનો પ્રારંભ કરવામાં આવે છે. “યવન્ના શેઠ' જૈન કથાસાહિત્યમાં દષ્ટાંતિક પુરુષ છે. કથાનો સાર ટૂંકમાં આ પ્રમાણે છે, પૂર્વભવમાં મુનિને દાન આપવાથી રાજગૃહી નગરીમાં ધનાવહ શેઠ અને સુભદ્રા શેઠાણીને ત્યાં પુત્રરૂપે અવતર્યા હતા. મોટા થયા ત્યારે સુહાસિની નામની સ્ત્રી સાથે પરણાવ્યા. છતાં સંસારથી
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy