SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયાનંદસૂરિશ્વર સમ, તપગચ્છ ઠાકુર વારૂજી, હીર પટ્ટોધર હાથે દીક્ષા, ભાવિક લોકોનો તારૂ જી. - જીવવિચાર રાસ તેણઈ કારણિં નર ગુરૂ નિં સેવો, નમિં વિજયાનંદોજી, બાલપણાઈ જે સંયમધારી, જનમ તણા બ્રહ્મચારીજી. - સમકિતસાર રાસ વિજયાનંદસૂરિશ્વરજી સાચો, તપગચ્છ શિરિ ટીલોજી, સકલ ગુણિં સંપૂર્ણ દીસે, જિમ સુરતરૂઅર નીલોજી. - ક્ષેત્રસમાસ રાસ” આમ કવિ ઋષભદાસને વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ તેમ જ વિજયાનંદસૂરિશ્વર જેવા મહાન ધર્મગુરુઓનો સમાગમ પ્રાપ્ત થયો હતો અને તેમની નિશ્રામાં તેમણે ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું હતું. ઋષભદાસ એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ કવિ સોળમી/સત્તરમી સદીમાં થઈ ગયેલાં કવિશ્રી ઋષભદાસ એક ઉત્તમ પ્રતિષ્ઠિત કવિ રત્ન ગણાય છે. જેમણે વિવિધ પ્રકારનું જૈનસાહિત્યનું સર્જન કરી મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યમાં કવિ તરીકે અજરામર થઈ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષભદાસ એક આવા પ્રતિષ્ઠિત કવિ બની શક્યા તેનાં મુખ્ય બે કારણો છે. એક તો અકબર-હીરવિજયસૂરિ યુગના ખ્યાતનામ જૈન ગુજરાતી કવિઓનો સમાગમ, હીરસૂરિ, વિજયસેન સૂરિ, વિજયતિલક સૂરિ, વિજયદેવસૂરિ અને વિજયાનંદ સૂરિ આદિ ચારિત્ર્યવાન અને વિદ્વાન ધર્મગુરૂઓનો ગાઢ પરિચય તથા સત્સંગ અને અકબર હીરસૂરિ યુગનું સામાન્ય ઉત્સાહજનક વાતાવરણ તેમને કવિ થવામાં ઘણું પ્રેરણાત્મક બન્યું જણાય છે. ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં કવિ થવામાં તેમને પ્રેરણા આપનાર બીજું સબળ કારણ તેમની ગર્ભશ્રીમંતાઈ અને સંસ્કારી કુટુંબ લાગે છે. તેમનું કુટુંબ બહોળું હોવા છતાં ધર્મરત, સંસ્કારી, સાહિત્યપ્રિય અને તે સમયના ઉત્તમ સાધુપુરુષોની સત્સંગતિમાં રહેનારું હતું. આથી ગર્ભશ્રીમંત 2ષભદાસે વ્યાપાર અને કુટુંબવ્યવસ્થાનો ભાર લાયક કુટુંબીજનો ઉપર રાખીને પોતાનું જીવન મોટે ભાગે પઠનપાઠન, સાહિત્યપ્રવૃત્તિમાં તેમ જ ધર્માચારમાં વ્યતીત કર્યું હોય એવું લાગે છે. એમની કેટલીક કૃતિઓ એમના પોતાના હસ્તાક્ષરોમાં લખેલી મળી આવી છે. સાહિત્યના કાર્ય માટે સંઘવી ઋષભદાસ કવિએ “હીરવિજયસૂરિ રાસ'માં કહ્યું છે તેમ – કાજલ કાગળ, કાંબળીઉ મળી, કોડો* કાંબી" કાતર વળી; કોટિ કહેડિ૯ કર કણનું કામ, કોડ? ધરી કવ્યું ગુરુનું નામ કરણ કરાનું કાયવશ૪ કરી કવિતા” કાવ્ય કાવત મનધરી, એણીપરે શાસ્ત્ર તે કષ્ટ થાત, વાઝિ ન લહે વીયાની વાત.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy