SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓએ કવિ ઋષભદાસને શિષ્ય તરીકે ઘણું શાસ્ત્રાધ્યયન કરાવી તેમના પર પરમ ઉપકાર કર્યો જણાય છે, એટલું જ નહિ પણ કવિનો પ્રસિદ્ધ કુમારપાલ રાસ’ તેમણે જોઈ તપાસી શોધી આપેલ છે. જેમ કે, સોલ સંવછરિ જણિ વર્ષ સિત્તરિ, ભાદ્રવા શુદિ શુભ બીજ સારી, વાર ગુરુ ગુણ ભર્યો રાસ ઋષભિં કર્યો, શ્રી ગુરૂ સોધિ બહુ બુદ્ધિ વિચારી. અકબર બાદશાહ પાસેથી ‘સવાઈ જગદ્ગુરુ'નું બિરુદ મેળવનાર વિજયસેનસૂરિને કવિએ પોતાના ગુરૂ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. તેમનો પ્રથમ ઉલ્લેખ સને ૧૬૧૦માં રચાયેલ કવિના વ્રતવિચાર રાસ'માં મળી આવે છે. જેમ કે, મુઝ આંગણિ સહઈકારજ ફલીલ, શ્રી ગુરૂ નામ પસાઈઉં, જે રષિ મુનિવરમાં અતિ મોટો, વીજઇસેનસૂરિ રાયજી. આ ગુરુ વિજયસેનસૂરિનું સંસારીપણાનું નામ “સિંહ” અપભ્રંશ “જેશંગ (જેસિંગ-ઘ) હતું. તેમના સાધુપણામાં પણ તેમનું તે અપરનામ ‘જેશંગ’ કાયમ રહ્યું હતું. કવિએ સં. ૧૯૭૮ (સને ૧૬૨૨) માં રચેલ પોતાના ‘ભરત બાહુબલી રાસ’માં નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. જેમ કે, હીરતણો માટે હવો, જયસિંહજી ગુણવંત, જીણે અકબર બાદશાહ બુઝવ્યો, દિલીપતિ બળવંત. તેમ જ કુમારપાલ રાસ'માં વિજયસેનસૂરિના અપરનામ જેસંગ નો ઉલ્લેખ છે. જેમ કે, જેસિંઘજી સાચો કીજી, સાચો તે જીનધર્મ, સૂરીસર પ્રણમું તુમ્હારે પાય.’ આ ગુરુ વિજયસેનસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૬૭૧ (સને ૧૬૧૫)માં ખંભાતમાં થયો હતો. તેમના જીવનકાળ દરમ્યાન કવિએ બે નાની કૃતિઓ અને છ મોટી સાહિત્ય કૃતિઓ રચી હતી. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી તેમની ગાદી પર વિજયતિલકસૂરિને સ્થાપિત કર્યા, જે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. સં. ૧૬ ૭૪. કવિએ એમને પણ આચાર્ય તરીકે ગણ્યા હતા. જેમ કે, તે જયસિંહ ગુરૂ મારો રે, વિજયતિલક તસ પાટ, સમતા શીલ વિદ્યા ઘણી રે, દેખાડે શુભ ગતિ વાટ. તેમના પછી વિજયાનંદસૂરિ થયા, અને તેમનો કવિએ ગુરુ તરીકે સ્વીકાર કર્યો. જેમ કે, તેહને પાટે વળી પ્રગટીઓ રે, કલ્પતરૂનો કંદ, વિજયાનંદ સૂરીશ્વર દીઠ અતિ રે આનંદ. - ભરતેશ્વર રાસ કવિના ‘નવતત્ત્વ રાસ'ની રચના વખતે (સને ૧૬૨૦) વિજયાનંદસૂરિ તપગચ્છના અધિકૃત પટ્ટધર અને કવિના સ્વીકૃત ગચ્છપતિ હતા અને કવિની તે કૃતિ તેમ જ સને ૧૬૨૦માં રચાયેલી કવિની બીજી કૃતિ “જીવવિચાર રાસ’ અને તે પછી રચાયેલી કવિની સઘળી કૃતિઓ વિજયાનંદસૂરિની હાજરીમાં અને તેમની નિશ્રામાં જ રચાઈ હતી. જે નીચેની પંક્તિમાં દર્શાવ્યું છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy