SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૭) દેપાલ – સમ્યકત્વ બાર વ્રત કુલક ચોપાઈ. ૨.સં. ૧૫૩૪ આસો સુદ ૧૫. ભોજક સં. ૧૫૦૦થી ૧૫૨૨ સુધીમાં વિદ્યમાન પ્રસિદ્ધ નામી કવિ હતા. તેમનું ટૂંકું નામ દેપો હતું. આદિ - વીર જિણેસર પ્રણમું પાય, અહનિસિ આણ વહું જિનરાય, મૂરખ કવિ એ જાણઈ નહી, પણિ (પણી) અણબોલિઉ ન સકઈ રહી – ૧ અધિકું ઉછઉ કહઈ અસાધુ, તે શ્રીસંઘ ખમઉ અપરાધ, તાસ પસાઈ કૃત આધાર, પભણિસુ શ્રાવકના વ્રત બાર-ર અંત શ્રાવકના આચાર વ્રત બારહ, સંખિપ સિઉ દેપઈ કહી, આગમ વિરુદ્ધ હિં આપબુધિઈ કવિઉ તે પ્રમાણ નહી, જે ભાવિઈ ભણિસિંઈ અનઈ સુણિસિઈ રહસ્ય જાણી એહના, જિનઆણ પરિસિઈ ક્ષમા કરિસિંઈ કાજ સરિસિંઈ તેહનાં – ૩૪૧ (૨૩૧) અજ્ઞાત – બારવ્રત ચોપાઈ, ગાથા-૩૩૮ ૨.સં. ૧૫૩૪ આ.શુ. ૧૫. (૩૫૪) અનંતકંસ બાર વ્રત સઝાય (હેમવિમલસૂરિ-જિનમાણિક શિષ્ય) અંત - શ્રી હેમવિમલસૂરિ તણાં પસાય, લહી કરી કીધું સઝાય. શ્રી અનંતહસ સીસ ઈમ કહુઇ, જે જણે સિદ્ધાંત સર્વ સિદ્ધિ લઈ (૫૬૮) ગજલાભ (અચલગચ્છ) - બારવ્રત ટીપ ચોપાઈ ૨. સં. ૧૫૯૭. આદિ – પહિલૂ પ્રણમિસુ જિનવર એ જિનશાસન સાર, સહિ ગુરુ વંદી વ્રત બાર, પભણિસુ સવિચાર. - ૧ અંત – નિયમભંગિ એવું કશું નીવીનં પચ્ચખાણ જન ગજપતિ લાભહ કહઈ, ઇમ પાલઉ જિનઆણ. ૮૨. (૭૯૨) અજ્ઞાત – બાર વ્રત ચોપાઈ ગાથા ૧૯ આદિ – વંદિવિ વીરુ ભવિય નિસુહુ, આગમિ કહિઉ જિણેસર એહુ, પભણઉ જિણવર ધમ્મ મહેતુ, બારહ વ્રતહ ચૂલિ સમક્તિ ૧ અંત બાર વ્રત શ્રાવક સંભલઉ, ભાવભગતિ મનુ અવિચલ ધર, સાચઉ વયણ સુણઉ સઉ કોઇ, જીવડ્યા વિણુઘરમુ ન હોઈ. ૧૯ (૫૬) હર્ષવિમલ (તા. આણંદ વિમલશિ.) – બારવ્રત સઝાય લ. સં. ૧૬૧૦ પહેલાં અંત – તપગચ્છમંડણ જાણીઇ એ મા. આણંદ વિમલ સૂરદ, તસુ પાટઈ ગોયમ સમા એ મા. વિજયદાન મુણિંદ. ૬૪ શ્રી આણંદ વિમલ તણુ એ મા. હર્ષવિમલ ગણીશ, સીસ કહઠ ભણતાં હુઈ એ મા. નવનિધિ તસુ નિશિદીસ. ૬૫ (૯૭૧) પ્રીતિવિજય (ત. વિજયદાનસૂરિ-આનંદ વિજયશિ) - બારવ્રત રાસ ગાથા ૪૬૧ ૨. સ. ૧૬૧૨ (૧૬૭૨ ?) માગ શુદ ૧૩ ગુરુ સુહાલીમાં
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy