SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા ચન્દ્રાવંતસક ઢાલ-(૭૨ ચંદ્રવંતસુક રાજીઓ, સાંમાયક ઘર્ત ધાર / ચીત્ર પોહોર થીર થઈ રહ્યું, ઊરિ કાસગ નીરધાર //૯૩ // ઉપરોક્ત કડીમાં કવિએ ધ્યાનમાં કેવી સ્થિરતા અને અડગતા રાખવી જોઈએ. આ વાત રાજા ચન્દ્રાવંતસકના દષ્ટાંતના આધારે આલેખી છે. જે નીચેના કથાનક દ્વારા સમજાય છે. સંધ્યાનો સમય છે, રાજ્યના કામથી પરવારી રાજા ચન્દ્રાવંતસક સાંજના ચૌવિહાર કરી અંતઃપુરમાં આવ્યા. એકલા જ હતા. ચિંતન કરવા લાગ્યા કે અત્યારે ફુરસદ છે. રાણી અંતઃપુરમાં આવ્યા નથી, એ આવે ત્યાં સુધી ધ્યાનસ્થ થાઉં. કાઉસગ્ગ કરું, એમ વિચારી સામે દીવો છે, મનથી નક્કી કરે છે, “દીવો બળે છે ત્યાં સુધી કાઉસગ્ગ કરું' એમ મનથી પ્રતિજ્ઞા કરી. સ્થિર કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. થોડો વખત થયો એટલે એક દાસી અંતઃપુરમાં બધું ઠીકઠાક કરવા આવી. એણે રાજાજીને ધ્યાનમાં ઊભેલા જોયા. પણ દીવામાં ઘી ઓછું હતું. ઘી ખલાસ થઈ જશે તો દીવો ઓલવાઈ જશે અને રાજાજીને અંધારામાં રહેવું પડશે એમ વિચારી દીવામાં ઘી પૂર્યું. દીવો ઓલવાતો બચ્યો એટલે રાજા કાઉસગ્ગમાં જ ઊભા રહ્યા. વળી ઘી પૂરું થવા આવ્યું એટલે દાસીએ પાછું ઘી દીવામાં ઉમેર્યું. રાજા પ્રતિજ્ઞાવશ છે – દીવો હજી સળગે છે – કાઉસગ્ગ પૂરો ન કરાય. પ્રતિજ્ઞા કેમ તોડાય? વખત વહેતો જાય છે, શરીરમાં કળતર થવા માંડે છે, પગ થાક્યા છે પણ રાજા દઢપણે કાઉસગ્નમાં ઊભા જ રહ્યા. વિચારે છે આ વેદના તો કંઈ જ નથી. આ જીવે નારકીની વેદનાઓ ભોગવી છે. ત્યાં અનંત વખત શરીર છેદાયું છે. ત્યારે આ વેદના તો તેના અનંતમાં ભાગની જ છે. આ વિચારી વેદના સહન કરે છે. કાઉસગ્ગ ધ્યાનમાં જ રાત પૂરી થતાં દિવસ ઊગ્યો. અજવાળું થવાથી દાસીએ ઘી પૂરવું બંધ કર્યું અને દીવો બુઝાયો. રાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ. કાઉસગ્ગ પાળી, રાજાજી પલંગ તરફ જવા પગ ઉપાડે છે, પણ અંગો જકડાઈ ગયા હોવાથી નીચે પડી જાય છે અને પંચ પરમેષ્ટિના ધ્યાનમાં લીન થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાળ કરે છે અને ત્યાંથી તેમનો જીવ દેવલોક જાય છે. આમ કાઉસગ્ગમાં સ્થિરતા, અડગતા રાખવાથી રાજા દેવગતિને પ્રાપ્ત કરે છે. સંદર્ભસૂચિ : જૈન શાસનના ચમકતા હીરા-સંપાદક – વરજીવનદાસ વાડીલાલ શાહ...... પૃ. ૭૫
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy