SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય આ રાસાને રાસક કે રાગકાવ્ય તરીકે ઓળખાવે છે. આમ આ રાસક ગેય રૂપક છે. કે જેમાં ૬૪ યુગલો અને અનેક નર્તકી દ્વારા વિલસતો આ કાવ્ય પ્રકાર શૃંગાર જેવા જીવનના ઉલ્લાસભાવની અભિવ્યક્તિ માટેનું એક સરસ સાધન હશે પરંતુ જૈન કવિઓને હાથે “રાસક' રાસો બની ગયો અને તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. જૈન કવિઓએ ધર્મોપદેશ આપવા માટે રાસાઓની રચના કરી છે. રાસાઓ જે મૂળ ભાવની અભિવ્યક્તિનું સાધન હતા, તે કથા વસ્તુ અને પાત્રવિકાસ ધરાવતા સાહિત્ય પ્રકાર બની ગયા. આમ છતાં રાસાઓ ગેયનત્ય કાવ્ય તરીકે કાયમ રહે છે. “સર્વે: રાજુ નીય િમતવિંદ્ર’ એવી હેમચંદ્રાચાર્યના ઉક્તિ પ્રમાણે રાસામાં જુદા જુદા રાગોમાં ગાઈ શકાય એવાં ખંડો, ભાસ, ઠવણી આવતા. “રમાં જ રાસુ, “નવરંગિ એ રાસુ રમંતિ' જેવા ઉલ્લેખોથી રાસ ગીતનૃત્ય સાથે રમવામાં આવતો એ સ્પષ્ટ થાય છે. જો કે પાછળના સમયના રાસાઓમાં “પઢઈ જે ગુણ સંભલઈ' જેવા ઉલ્લેખો ઉપરથી કથાની જેમ વાંચવામાં અને સાંભળવામાં પણ આવતો હશે એવું અનુમાન કરી શકાય. જૈન રાસાના લક્ષણ (મુખ્ય લક્ષણો) (૧) પ્રાચીન રાસા રમાતા અને ગવાતા. એ રાસા ટૂંકા અને સળંગ હતા પરંતુ ધીમે ધીમે એમાં લાંબી સ્તુતિઓ, નિરર્થક વર્ણનો, અપ્રસ્તુત આડ કથાઓ તથા લાંબા લાંબા ધર્મોપદેશો વગેરે ઉમેરાતાં ગયાં. એથી રાસાનો વિસ્તાર વધતો ગયો અને એમાં ભાસ, ઠવણી, પ્રસ્તાવ, અધિકાર, ઉલ્લાસ, આદેશ, ખંડ, વાણિ, કડવક અને ઢાલ જેવા વિભાગ પાડવાની પ્રથા પ્રવેશી. આવા લાંબા રાસો રમતાં રમતાં ગાવા માટે ઉપયોગી ન થતાં પરંતુ એનું વાંચન, પઠન, શ્રવણ થતું. (૨). રાસ સુગેય રચના છે. પ્રારંભ નમસ્કારાત્મક રહેતો. એમાં મૃતદેવી, તીર્થકર, પંચપરમેષ્ઠી, શારદાદેવી કે ગુરુ અથવા એ બધાંનું સ્મરણ અને નમસ્કાર કરાતાં. સામાન્ય રીતે રાસના આરંભમાં નમસ્કારાત્મક વિભાગ ટૂંકો રહેતો, પણ જ્યાં સરસ્વતીદેવી, ચોવીશ જિનેશ્વર કે ગુરુ આદિનું વર્ણન કે એમનો મહિમા બતાવતો સ્તુત્યાત્મક નમસ્કાર કરવામાં આવતો ત્યાં આ વિભાગની લંબાઈ વધી જતી. રાસાનું સ્વરૂપ બદલવા છતાં આ મંગલચરણનું તત્ત્વ તો અઢારમી સદીના અંત સુધી લગભગ કાયમ રહ્યું છે. (૩) રાસના પ્રારંભમાં નમસ્કારાત્મક વિભાગ પછી ક્યારેક રાસના વિષયનો તો ક્યારેક રાસની વસ્તુ ક્યાંથી લેવામાં આવી છે એનો નિર્દેશ કરાતો. જૈન રાસામાં મોટે ભાગે જૈનધર્મના દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ સંબંધી વિષય નિરૂપાતાં. તેમાં પણ ધર્મકથાનુયોગ સંબંધી વિષય પર વિશેષ પ્રમાણમાં રાસ રચાતાં. રાસામાં ચોપાઈ, દુહા, ત્રિપદી, વસ્તુ ગુટક, કવિત, કંડલિયા, રોળા, પધ્ધડિયા વગેરે વિવિધ પ્રકારના માત્રામેળ છંદો પ્રયોજાતા. ઘણી વાર રાસામાં માત્રામેળ છંદોથી મુક્ત એવી લોકપ્રિય ગીતોની વિવિધ પ્રકારની દેશીઓની ઢાળો પ્રયોજાતી. (૬) રાસામાં વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ જેવા શબ્દાલંકાર અને ઉપમા, ઉલ્ટેક્ષા, રૂપક, શ્લેષ, દષ્ટાંત, વિરોધાભાસ જેવાં અર્થાલંકારોની વિપુલતા રહેતી.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy