________________
કરી પ્રભુના બન્ને કર્ણરંદ્રમાં કાશડાની સળીઓ નાંખી. પછી બન્ને શળીઓને ઠોકીને જાણે અખંડ એક જ રાખી હોય તેવી બનાવી દીધી. પછી આ બે ખીલાને કોઈ કાઢી શકે નહીં તો ઠીક, એવું ધારીને દુષ્ટ ગોવાળ તેનો બહારનો ભાગ છેદીને ચાલ્યો ગયો. માયા અને મિથ્યાત્વરૂપ શલ્ય જેના નાશ પામ્યા છે એવા પ્રભુ કાનમાં નાખેલા શલ્ય વડે શુભધ્યાનથી જરાપણ કંપિત થયા નહીં. આમ આવું ભયંકર પરીષહ પણ તેમણે હસતાં હસતાં સહન કર્યું.
તેવી જ રીતે શૂલપાણિ યક્ષે આપેલા ઉપસર્ગો અને સંગમદેવે આપેલાં સર્વ પરીષહોને પ્રભુ મહાવીરે સમતાપૂર્વક સહન કર્યા.
: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ........................... પૃ. ૭૪
સ્કંધકાચાર્ય ઢાલ-૧૫ ખંધક સૂર્યના સષ્ય, પંચસહ્યા મુની જેહો /
ધાણઈ પણિ પીલ્યા, મનિ નવિ ડોલ્યા તેહો // ૫૪ // ખંધક (સ્કંધક) આચાર્યના પાંચસો શિષ્યોને ઘાણીમાં પીલવામાં આવ્યા હતાં, છતાં પણ તેઓ જરાપણ વિચલિત થયા નહિ. “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ સ્કંધકાચાર્યના દષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
ખંધકકુમાર જિતશુત્ર રાજાના પુત્ર હતા. બાળપણથી જ ધર્મપરાયણ હતા. એક દિવસ વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી ભગવાનની અમૃતમય દેશના સાંભળીને તેમને વૈરાગ્ય પેદા થયો અને પાંચસો રાજકુમારો સાથે દીક્ષા લીધી. એક દિવસ ભગવંતને પૂછ્યું “પ્રભો! હું મારા સંસારી બહેન-બનેવીને પ્રતિબોધ આપવા જાઉં?' ત્યારે ભગવાને જણાવ્યું કે, “તને અને તારા સર્વ શિષ્યોને મારણાન્તિક ઉપસર્ગ થવાનો છે.” ત્યારે બંધક મુનિ જવાબ આપે છે કે, “કૃપાળુ! ઉપસર્ગથી તો અમે જરાય ડરતા નથી પરન્તુ અમે એ સમયે આરાધક થઈશું કે વિરાધક? મૃત્યુનો ભય નથી પણ વિરાધનાનો ભય છે.” “તમારા સિવાય બધા જ શિષ્યો આરાધક બનશે.” ભગવાને ટૂંકો જવાબ આપ્યો.
હું ભલે વિરાધક બનું, પણ મારા ૫૦૦ શિષ્યો તો આરાધક બનશે ને! એમ વિચાર કરીને બહેનના દેશ ભણી ચાલી નીકળ્યા. ત્યાંના મંત્રીને એમના પર દ્વેષ હતો. ગામમાં પહોંચ્યા. મંત્રીને ખબર પડી ગઈ. એમને મારી નાખવાના પ્રયાસો શરૂ કર્યા. રાજાના કાન ભંભેર્યા કે આ મુનિ ૫૦૦ મુનિના વેશમાં સૈનિકો લઈને આવ્યા છે, જે તમને મારી નાખીને રાજ્ય છીનવી લેશે. તેમ જ મંત્રીએ પૂર્વયોજના મુજબ જમીનમાં છુપાવેલા શસ્ત્રો પણ રાજાને બતાવ્યાં. ત્યારે રાજાએ ક્રોધિત થઈને પાપી મંત્રીને હુકમ આપ્યો, “તને ઠીક લાગે તેમ ૫00 જણાને માર.”
ત્યારે દુષ્ટ...અધમ... મંત્રી ઘાણી બનાવડાવીને તમામ મુનિઓને પીલવા લાગ્યો. લોહીની નદીઓ વહી પરન્તુ બધા મુનિઓએ ઊફ... સુધ્ધા કર્યું નહિ. મુખ પર અપાર સમતા છલકાતી હતી. આમ બાળમુનિ સાથે ૫૦૦ મુનિઓ સમતા રસમાં પીલાઈને કર્મક્ષય કરીને મોક્ષ પામ્યા. પરંતુ બાળ