SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ કુર દેશના ગજપુર નગરમાં સનતકુમાર રાજ્ય ચલાવતા હતા. તેઓએ બધા રાજા રજવાડાને વશ કરી ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા. એટલું સુંદર રૂપ પૃથ્વી પર કોઈનું ન હતું. પરંતુ એક વાર રૂપના અહંકાર માત્રથી તેમની કાયામાં રોગો ઉત્પન્ન થઈ ગયા. આ જોઈ તેઓ વિચારવા લાગ્યા અરે રે! આવી મારી કાયા! આ કાયાનો શો ભરોસો! એમ વિચારી છે. ખંડનું રાજ્ય, કુટુંબકબીલા બધું જ ત્યાગી ચારિત્ર ગ્રહણ કરી લીધું અને સનત કુમાર ચક્રવર્તીમાંથી સનતમુનિ બની ગયા. એક વેળાએ ઈંદ્ર મહારાજાએ દેવોની સભામાં સનતઋષિના સંયમ અને નિઃસ્પૃહતાની અને તેમની લબ્ધિની પ્રશંસા કરી. એટલે વળી એક દેવને સનતઋષિની પરીક્ષા કરવાનું મન થયું અને વૈદ્યનું રૂપ લઈ સનત મુનિની પાસે આવી તેમની દવા કરવા કહ્યું. સનતકુમારે (મુનિએ) કહ્યું, “મારે કોઈ પાસે દવા નથી કરાવવી. મારે મારાં કર્મ ખપાવવાં છે. એટલે ભલે રોગનો હુમલો થાય, દવા કરી દુ:ખ નથી મટાડવું. દવા તો મારી પાસે પણ ક્યાં નથી? ઘણી વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે. જુઓ મારું આ થંક, જ્યાં જ્યાં લગાડું ત્યાં બધું મટી જાય, કાયા કંચનવરણી થઈ જાય.' એમ કહી પોતાનું ઘૂંક શરીરની એક આંગળી પર ચોપડ્યું. તે ભાગ ચોખ્ખો કંચન જેવો થઈ ગયો. આવી ઋષિની લબ્ધિ જોઈ દેવ રાજી થઈને પોતાના સ્થાનકે જતા રહ્યા. આમ સનતકુમારે આ રોગના પરીષહને સાતસો વરસ સુધી રહ્યો, પણ કદી તેનો ઉપચાર ન કર્યો, સમતા રાખી કાળ કરી, ત્રીજા દેવલોકે ગયા. આ પછી બીજો એક ભવ કરી મોક્ષે જશે. : સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર – ૧૮મું અધ્યયન – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન............................... ૩૫૬ ભગવાન મહાવીર ઢાલ-૧૫ બહુ પરીસઈ સબલુ, વર્ધમાન જિન વીરો / જસ શ્રવણે ખીલા, ચ રાંધી ખીરો // ૫૩ // ભગવાન મહાવીરે સંયમ યાત્રામાં કેવાં કેવાં પરીષહોને સહ્યાં હતાં, આ વાત “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ ભગવાન મહાવીરના દષ્ટાંત કથાનકમાં જોવા મળે છે. ઉપરોક્ત કડીમાં આ જ ભાવને કવિએ વર્ણવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. ભગવાન મહાવીર સંયમ લઈને એક વાર પમાનિ ગામે ગયા, ત્યાં કાયોત્સર્ગ કરી ગામની બહાર ઊભા રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદયમાં આવ્યું. શય્યાપાલકનો જીવ અહીં ગોવાળ થયો હતો. તે પ્રભુની પાસે બળદોને મૂકીને ગાયો દોવા માટે ગયો. તે બળદો સ્વેચ્છાએ ચરતા ચરતા કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. થોડી વાર પછી તે ગોવાળ પાછો આવ્યો. ત્યાં બળદોને જોયા નહીં, એટલે તેણે પ્રભુને કહ્યું, “અરે અધમ દેવાય! મારા બળદો ક્યાં છે? તું કેમ બોલતો નથી? શું મારા વચન સાંભળતો નથી? આ તારા કાનના છિદ્ર શું ફોગટના જ છે?' આ પ્રમાણે હેવાં છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહીં, ત્યારે તેણે અતિ ક્રોધ શ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy