SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ચિલાતી પુત્ર ઢાલ-૧૪ ડસમસા મમ કૂવો હાર્થિ, તે પરીસો ખમીઈ નીજ જાતિ/ પૂત્ર ચલાચી ભાતિ //૩૧ // કવિએ “હંસા-મસા'નો પરીષહ સમજાવવા માટે “શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્ર'-૨૦માં આપેલ ચિલાતી પુત્રના દષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં તે ભાવનું નિરૂપણ કર્યું છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. ચિલાતી પત્ર – ચિલાતી નામની દાસીનો પુત્ર હતો. પ્રથમ ધનસાર્થવાહ શેઠને ત્યાં નોકરી કરતો હતો, પણ શેઠે તેનાં અપલક્ષણ જોઈ તેને કાઢી મૂક્યો. એટલે જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. તેને શેઠની સુષમા નામની પુત્રી પર મોહ હતો, તેથી એકવાર શેઠને ઘેર ધાડ પાડી અને પુત્રીને ઉપાડીને ભાગ્યો, બીજા ચોરોએ બીજી માલમત્તા લૂંટી, પછી કોલાહલ થતાં રાજ્યના સિપાઈઓ આવી પહોંચ્યા. તેમને સાથે લઈને શેઠ તથા તેમના પાંચ પુત્રો પાછળ પડ્યા. બીજા ચોરો માલમત્તા રસ્તામાં છોડી ભાગી ગયા. તે લઈને રાજના સિપાઈઓ પાછા ફર્યા, પણ ચિલાતીએ સુષમાને છોડી નહિ. શેઠે પોતાના પુત્રો સાથે તેનો પીછો બરાબર પકડ્યો હતો અને તે નજીક આવી પહોંચ્યા હતા. એ જોઈને ચિલાતીએ સુષમાનું મસ્તક કાપી નાખ્યું અને ધડને ત્યાં જ મુકી દીધું. ત્યારે શેઠ અને તેમના પુત્રો એ જોઈને રુદન કરતા પાછા ફર્યા. ચિલાતી પુત્ર હાથમાં સુષમાનું માથું લઈ ત્વરીત ગતિએ માર્ગ કાપતો હતો. તેનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું, પણ સુષમાની હત્યાના કારણે મનથી તે હવે ભાંગી પડ્યો હતો. રસ્તામાં તેણે એક મુનિરાજને કાયોત્સર્ગ દશામાં ઊભેલા જોયા. મુનિને જોતાં જ તે બોલ્યો. “હે મુનિશ્વર! જલદી મને ધર્મ કહો, નહિ તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ.” મુનિને કંઈક પાત્રતા લાગી તેથી તેમણે તેને ત્રણ પદો આપ્યાં, “ઉપશમ, વિવેક અને સંવર.” અને આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ ત્રણ પદોનો અર્થ વિચારતાં ચિલાતી પુત્ર ત્યાં જ ઊભો રહ્યો અને શુભ ધ્યાનમાં મગ્ન થયો. તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું, તેની વાસથી કીડીઓ આવી પહોંચી અને તેને ચટકા મારવા લાગી, પણ તે ધ્યાનથી ડગ્યો નહિ. અઢી દિવસમાં તો તેનું શરીર ચાળણી જેવું થઈ ગયું, પણ તેણે બધું દુઃખ સમભાવે સહન કરી લીધું અને મૃત્યુ પામી સ્વર્ગે ગયો. આમ તેણે ‘ડંસમસા' પરીષહને સહન કર્યો તો તેને સ્વર્ગ મળ્યું. નોંધ : “શ્રી જ્ઞાતાધર્મકથાસૂત્રમાં ચિલાતી પુત્રએ ‘ડ્રસમસા પરીષહને સહન કર્યો હતો તેવું બતાવ્યું નથી પરંતુ ભૂખ તરસથી અકાળે મરણ પામ્યો એટલો જ અધિકાર છે. પરંતુ “આવશ્યકદિ' અન્ય ગ્રંથોમાં ઉપરની કથા દર્શાવી છે. : સંદર્ભસૂચિ શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર - પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ . પૃ. ૨૪) શ્રી જ્ઞાતાધર્મ કથા અધ્યયન-૨૦ -- પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન............................... પૃ. ૪૩૯
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy