SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દંઢણકુમાર ઢાલ-૧૪ મૃધ્યા તણો પરીસો તે પઇઇલો, માધવસૂત મન ન કીઉ મઈલો / ઢંઢણ મુગતિ વહઇલુ //ર૭ // શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'/રમાં આપેલ પરીષહ વિજય એવા ઢંઢણ મુનિના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ સુધા પરીષહ જયમાં ઢંઢણ મુનિનાં દષ્ટાંતનું આલેખન કર્યું છે, જે નીચેની કથા દ્વારા સમજાય છે. ઢંઢણકુમાર શ્રીકૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામે રાણીના પુત્ર હતા. ઉંમરલાયક થતાં શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળી સંસારથી વિરક્ત થઈ તેમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ તેઓ ગોચરીએ જવા લાગ્યા, પણ પૂર્વભવના અંતરાય કર્મનો ઉદય થતાં જ્યાં જ્યાં ગોચરી માટે જાય ત્યાં ત્યાં કંઈ આહારાધિક ન મળે એટલું જ નહિ, પણ તેમની સાથે જો કોઈ સાધુ હોય તો તેમને પણ ગોચરી ન મળે એવું બનવા લાગ્યું. આથી સર્વ સાધુઓએ મળી શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “હે પરમાત્મા! તમારા શિષ્ય અને શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર અને ધાર્મિક, ધનાઢ્ય અને ઉદાર ગૃહસ્થવાળી આ નગરીમાં શ્રી ઢંઢણમુનિને ગોચરી કેમ મળતી નથી?” ત્યારે નેમિનાથ ભગવાને તેમનો પૂર્વભવનો વૃત્તાંત કહેતા કહ્યું કે, “પૂર્વ મગધ દેશમાં પરાશર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ગામના લોકો પાસે રાજ્યનાં ખેતરોમાં વાવેતર કરાવતો હતો. દરરોજ ભોજન વેળા થાય અને બધાની ભોજન સામગ્રી આવી જાય તો પણ તે ભોજન કરવાની બધાને રજા આપતો ન હતો અને ભૂખ્યા લોકો અને ભૂખ્યા બળદોથી ચાલતાં હળ ખેડાવીને અસહ્ય મજૂરી કરાવતો હતો. એ કાર્યથી તેણે અંતરાય કર્મ બાંધ્યું છે. અને તે અંતરાય કર્મનો હાલ ઉદય આવવાથી તેઓ ભોગવી રહ્યા છે.” આ પ્રમાણેના વચનો ઢંઢણ મુનિએ પણ ભગવાન દ્વારા સાંભળ્યા. તેથી તેમણે અભિગ્રહ કર્યો હતો કે સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ લેવી. તેમ જ કોઈએ લાવેલી ગોચરી પણ વાપરવી નહિ. આવી રીતે તેમણે લાંબા સમય સુધી આહાર નિર્ગમન કર્યો. એક વાર ભિક્ષા અર્થે તેઓ દ્વારકામાં ફરતા હતા, તે વખતે શ્રીકૃષ્ણ વાહનમાંથી નીચે ઊતરી ભક્તિ ભાવથી તેમને વંદન કર્યું. એ જોઈ કોઈ શ્રેષ્ટિએ તેમને ઉત્તમ મોદક વહોરાવ્યા “પરન્તુ આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો”, એવું પ્રભુના મુખેથી જાણતાં, તેને કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા. એ વખતે ઉત્તમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી રીતે ઢંઢણ મુનિ અલાભ પરીષહને સમતાપૂર્વક સહી કેવળી બન્યા. નોંધ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં ઢંઢણમુનિએ અલાભ પરીષહને સહ્યો હતો તેવો ઉલ્લેખ છે. : સંદર્ભસૂચિ : શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ.... શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર ભાગ-૩ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ.................... પૃ. ૩૪૯ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન-૨ - સંપાદક/વિવેચક - આચાર્ય મહાપ્રજ્ઞ .......................... પૃ. ૫૩ •••••••••••. પૃ. ૨૨૮
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy