________________
ત્યાગ કરવો.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં ઉપર્યુક્ત જૈનાગમો અનુસાર બાવીસ અભક્ષ્ય દર્શાવી, તેનો ત્યાગ કરવાથી માનવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ વાતનું નિરૂપણ કરી શ્રાવકને બાવીસ અભક્ષ્મ ત્યજવાનો બોધ આપ્યા છે. જે ઢાલ ૬૬ પંકિત નંબર ૧૭ થી ૨૬માં દર્શાવે છે. બત્રીસ અનંતકાય
જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે બિલકુલ હિંસા રહિત જીવન જીવવું એ પ્રથમ નંબરમાં આવી શકે પરંતુ એવી જો શક્યતા ન હોય તો બીજા નંબરે ઓછામાં ઓછી હિંસા થાય એવી જીવન પદ્ધતિથી જીવવું. એટલે જ પ્રથમ નંબરે લીલોતરી માત્રનો ત્યાગ કરી દેવો જરૂરી છે. એવી ભીષ્મ પ્રતિજ્ઞા તો કોઈ વીરલા જ કરી શકે પરંતુ જે વનસ્પતિના અલ્પ ભક્ષણમાં પણ અનંત જીવોનો સંહાર થાય છે, એવી અનંતકાય સ્વરૂપ ગણાતી વનસ્પતિનો તો અચૂક ત્યાગ કરવો જોઈએ.
વનસ્પતિકાયના બે પ્રકાર છે. ૧) પ્રત્યેક વનસ્પતિકાય અને ૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાય એટલે એક શરીરમાં એક જીવ. જ્યારે સાધારણ વનસ્પતિકાય એટલે એક શરીરમાં અનંતા જીવ. ગણ્યા ગણી ન શકાય તેટલા જીવો. આમ સાધારણ વનસ્પતિકાય અનંતાનંત જીવોનો પિંડ હોવાથી તેનું ભક્ષણ કેવી રીતે થાય ?
‘શ્રી પ્રજ્ઞાપના સૂત્ર’માં બત્રીસથી પણ વધારે અનંતકાયના ભેદો જણાવ્યા છે.
‘યોગશાસ્ત્ર’ આદિ જૈન આગમ ગ્રંથોમાં મુખ્ય બત્રીસ અનંતકાય-કંદમૂળનો ઉલ્લેખ થયો છે. જેમ કે, ૧) દરેક જાતના કંદ, ૨) લીલી હળદર, ૩) લીલું આદુ, ૪) સૂરણકંદ, ૫) વજ્રકંદ, ૬) લીલો કચરો, ૭) સતાવરી વેલી, ૮) વિરોલી, ૯) કુંઆર, ૧૦) થોર, ૧૧) ગળો, ૧૨) લસણ, ૧૩) વાંસ કારેલાં, ૧૪) ગાજર, ૧૫) લુણીની ભાજી, ૧૬) લોઢી પદ્મની કંદ, ૧૭) ગરમર, ૧૮) કિસલય પત્ર, ૧૯) ખરસઇઓ કંદ, ૨૦) થેગ ભાજી, ૨૧) લુણ વૃક્ષની છાલ, ૨૨) લીલીમોથ, ૨૩) ખીલોરા કંદ, ૨૪) અમૃતવેલી, ૨૫) મૂળા, ૨૬) બિલાડીના ટોપ, ૨૭) વત્થલાની ભાજી, ૨૮) અંકૂરાવાળું વિદલ અનાજ, ૨૯) પહ્લકની ભાજી, ૩૦) સૂઅરવલ્લી, ૩૧) કૂણી આંબલી, ૩૨) બટાટા, ડુંગળી, સકરકંદ વગેરે.
આ બત્રીસ અનંતકાયને પાંચ વિભાગમાં વિભક્ત કરી શકાય. જેમ કે, ૧) શાક - ભૂમિકંદ, પાલકની બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, લસણ, વંશકારેલા, સૂરણ અને કૂણી આમલી. ૨) ભાજી ભાજી (પલ્લકની ભાજી), વત્થલાની ભાજી, થેગની ભાજી, લીલીમોથ, કિસલય. ૩) પત્રવેલ ગિરિકર્ણિકા વેલ (ગરમર), અમૃત વેલ, વિરાણી વેલ, ગળો, સુક્કર વેલ, લવણ વેલ, શતાવરી વેલ. ૪) ઔષધ લવણક, કુંવારપાઠું, લીલી હળદર, લીલું આદું, કચૂરો. ૫) જંગલી વનસ્પતિઓ થોર, વજ્રકંદ, લોઢક, ખરસઈયો, ખિલોડી કંદ, બિલાડીના ટોપ.
-
=
ઉપરોક્ત બત્રીસ નામોની અંતર્ગત શક્કરીયા, રતાળુ, લુણ નામની વૃક્ષની માત્ર છાલ, વિરૂડા વગેરે પણ અનંતકાય ગણાય છે.૧૦
તેવી જ રીતે પદ્મપુરાણ, પ્રભાસપુરાણ વગેરેમાં પણ બતાવ્યું છે કે, લસણ, ડુંગળી, મૂળા વગેરે