SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ કરી છે, તે સર્વ પદાર્થોનો ઉપયોગ પ્રતિદિન થવો શક્ય નથી, તેથી તે મર્યાદાઓને પ્રતિદિન સંક્ષિપ્ત કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ પ્રગટે છે, પાપાશ્રવ ઘટે છે. કર્મબંધનાં અનેક દ્વાર બંધ થઈ જાય છે. પ્રતિદિન વ્રત પચક્ખાણની સ્મૃતિ રહેવાથી અને આત્મામાં ત્યાગભાવની વૃદ્ધિ થવાથી અનંત અશુભ કર્મોની નિર્જરા થાય છે. માટે શ્રાવકોએ ઉપયોગપૂર્વક, રુચિપૂર્વક અને શુદ્ધ સમજપૂર્વક પ્રતિદિન આ નિયમોને ધારણ કરવા જોઈએ. ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર'માં શાસ્ત્રકારે ચૌદ નિયમની ગાથા આપી છે, જેમ કે, संचित दव्व विग्गड़, पण्णी तांबूल वत्थ कुसुमे । वाहण सयण विलेवण, बंभ दिसि ण्हाण भत्तेसु ॥ અર્થાત્ : સચિત્ત, દ્રવ્ય, વિગય, પગરખાં, તાંબુલ (પાન-બીડા) વસ્ર, કુસુમ (સુગંધી પદાર્થ) વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશિ, સ્નાન અને ભક્ત (ભોજન). આ ચૌદ પદાર્થની રોજ મર્યાદા કરવી તે ચૌદ નિયમ કહેવાય. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં શ્રાવકને રોજ ચૌદ નિયમ ધારણ કરવાનો ઉપદેશ આપ્યો છે. કે જેથી કર્મ નિર્જરા થાય. જે ઢાલ ૬૪ પંકિત નંબર ૫ થી ૮માં સમજાવ્યું છે. બાવીસ અભક્ષ્ય અનંત ઉપકારી અનંત કરુણાના સાગર શ્રી જિનેશ્વર પરમાત્માએ પોતાના નિર્મળ કેવળજ્ઞાનના પ્રકાશમાં લેબોરેટરીના કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના આપણી સમક્ષ જે આહાર વિજ્ઞાન રજૂ કર્યું છે, તેમાં બાવીસ અભક્ષ્યો બતાવ્યાં છે. જે આહારવિજ્ઞાનની દષ્ટિથી ત્યાજ્ય તો છે જ પણ સાથે સાથે હિંસાના ઘર હોવાથી જીવદયાની દૃષ્ટિથી પણ ત્યાજ્ય બતાવ્યાં છે. ‘ધર્મ સંગ્રહ’ આદિ જૈન ગ્રંથોમાં બાવીશ અભક્ષ્યનાં નામ આપ્યાં છે જેમ કે ચાર મહાવિગઈ, ઉદુમ્બરાદિ પાંચ પ્રકારના ફળો, હિમ, બરફ, વિષ, કરા, દરેક જાતિની માટી, રાત્રિભોજન, બહુબીજ, અજાણ્યાં ફળ, બોળ અથાણું, બત્રીસ અનંતકાય, વેંગણ, ચલિત રસ, તુચ્છ ફળફળાદિ તથા કાચા દૂધ, દહીં, છાશ વગેરેની સાથે ભળેલું કઠોળ (દ્વિદળ). આ બાવીસ અભક્ષ્યોને છ વિભાગમાં વહેંચી શકાય જેમ કે, ૧) ચાર સાંયોગિક અભક્ષ્ય જેમાં દ્વિદળ, ચલિતરસ, બોળ અથાણું અને રાત્રિભોજનનો સમાવેશ થાય, ૨) ચાર મહાવિગઈ અભક્ષ્ય - જેમાં માંસ, મદિરા, મધ અને માખણ, ૩) બત્રીસ પ્રકારની અનંતકાય વનસ્પતિ, ૪) ચાર ફળો – બહુબીજ, વેંગણ, તુચ્છ ફળ અને અજાણ્યા ફળ, ૫) પાંચ ટેટા – વડના ટેટા, ઉમરાના ટેટા, પીપળાના ટેટા, પ્લક્ષ-પીપરના ટેટા અને કાળા ઉમરાના ટેટા તેમ જ ૬) ચાર તુચ્છ ચીજો – બરફ, કરા, માટી અને ઝેર. આ પ્રમાણે બાવીસ અભક્ષ્યો ત્યાજ્ય ગણ્યા છે. તેવી જ રીતે ડૉક્ટરની દૃષ્ટિએ પાંચ પ્રકારના વ્હાઈટ પોઈઝન ત્યાજ્ય છે. માંસ, ઇંડા, સાકર, મીઠું અને મેંદો. વૈજ્ઞાનિક દષ્ટિએ ચાર પ્રકારના ફૂડ ત્યાજ્ય છે પ્રોસેસ્ડ, રિફાઈન્ડ, ટીન અને પેન્ચ્યુરાઈઝડ ફૂડ. E આમ વિવેકી શ્રાવકોએ જેટલું ઓછું પાપ થાય તે પ્રમાણે વર્તવું અને બાવીસ અભક્ષ્યનો
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy