SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ભીષણ વિપત્તિમાંથી પણ બચી જાય છે. જ્યારે અસત્ય વચન આદિનો પ્રયોગ કરનાર નરકાદિ ઉપરાંત તે દુર્ગતિઓની યાતનાઓ પ્રાપ્ત કરે છે. તેમ જ મનુષ્ય ભવમાં પરાધીન, ભોગપભોગની સામગ્રીથી રહિત, રોગમય જીવન પામે છે. શ્રી ઠાણાંગ સૂત્ર'માં પણ બતાવ્યું છે કે અસત્યવાદી નીચ યોનિમાં જન્મ ધારણ કરે છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં બીજા અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ તેમ જ અસત્ય વચન અને સત્યવચનનું ફળ દર્શાવી, બીજા વ્રતના પાંચ અતિચારને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે જે ઢાલ – ૫૦ પંકિત નંબર ૨૬ થી ૩૩ ઢાલ - ૫૧ પંકિત નંબર ૪૭ થી ૫૧માં શબ્દસ્થ થાય છે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ત્રીજુ અણુવ્રત) અદત્તાદાન એટલે અ + દત્ત + આદાન. અન્યના આપ્યા વિના વસ્તુ ગ્રહણ કરવી તેને અદત્તાદાન કહે છે. શ્રાવક સ્કૂલ અચિત્ત અને સચિત્ત અદત્તાદાનના પચ્ચખાણ કરે છે. સ્થૂલ અદત્ત (મોટી ચોરી) ૧) દીવાલ અથવા દરવાજો તોડી ચોરી કરવી, ૨) પેટી, પટારા ખોલીને તેમાંથી સામાન લઈ લેવો, ૩) તાળાં તોડીને અથવા ચાવીથી ખોલીને ચોરી કરવી, ૪) બળજબરી કરીને કોઈને લૂંટવા અને ૫) અન્યની માલિકીની કિંમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી, એ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવક ત્યાગ કરે છે. ચોરી કરતાં પકડાય ત્યારે ચોરોને બંધન, માર સહન કરવો પડે, જેલમાં પૂરાવું પડે છે. આ સિવાય ચોરી કરવાથી પાપ કર્મનો સંચય કરી ચોર નરકગતિમાં કે તિર્યંચ ગતિમાં જન્મ ધારણ કરે છે અને ત્યાં અનેક દુઃખો ભોગવવા પડે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'નાં ત્રીજા અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ દર્શાવી, ચોરી કરવાથી શું ફળ મળે, તેમ જ ત્રીજા વ્રતના અતિચાર દર્શાવી તેને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે જે ઢાલ – પર પંકિત નંબર ૫૬ થી ૬૦ ઢાલ – પ૩ પંકિત નંબર ૭૧ થી ૭૫માં તાદશ થાય છે. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (ચોથુ અણુવ્રત) ગૃહસ્થ સ્વદાર સંતોષી રહીને પરસ્ત્રીનો ત્યાગ કરવો એ આ વ્રતનો અર્થ છે. સ્થૂલ મૈથુન વિરમણ વ્રતમાં શ્રાવક પોતાની પરીણિત સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રી ગમનનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરસ્ત્રીગમન બે પ્રકારે છે. ૧) ઔદારિક શરીરી અને ૨) વૈક્રિય શરીરી. શ્રાવક આ બંને પ્રકારના પરસ્ત્રી ગમનનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. ઉપ લક્ષણથી શ્રાવિકાઓ બંને પ્રકારના પરપુરુષનો ત્યાગ કરીને પોતાના પરીણિત પુરુષમાં સંતોષ રાખે છે. બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ ધર્મ છે. દરેક પરંપરાઓમાં બ્રહ્મચર્યનો મહિમા ગવાયો છે. બ્રહ્મચર્ય વડે બૌદ્ધિક તથા આત્મિક શક્તિઓ મેળવી શકાય છે. બ્રહ્મચર્યરૂપી શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારની દેવો પણ સેવા કરે છે. વિશ્વમાં તેમની કીર્તિ વિસ્તરે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં ચોથું અણુવ્રત સ્થૂલ મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy