SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ અને ૨) અણગારધર્મ. મુનિ માટે સર્વ વિરતિ અણગાર ધર્મ અને ગૃહસ્થ માટે દેશ વિસ્તૃત આગારધર્મની પ્રરૂપણા કરી છે. જે ગૃહસ્થ અહિંસા આદિ વ્રતોને સંપૂર્ણપણે સ્વીકારવા સમર્થ ન હોય અને છતાં ત્યાગવૃત્તિવાળા હોય, તે ગૃહસ્થ મર્યાદામાં રહી પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે સ્વીકારે છે, તેને આગારધર્મ અથવા દેશ વિરતિધર્મ કહેવાય તેમ જ શ્રાવકધર્મ પણ કહેવામાં આવે છે. ‘શ્રાદ્ધવિધિ’માં પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજીએ ‘શ્રાવકધર્મ અધિકાર' કયા કયા આગમ ગ્રંથોમાં આલેખવામાં આવ્યો છે. તેની સૂચિ દર્શાવી છે જે નીચે પ્રમાણે છે. (૧) શ્રાવક પ્રજ્ઞમિ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિવાચક ૩૪૧ થી ૪૦૩ શ્લોક સુધી શ્રાવકની સમાચારી બતાવેલ છે. (૨) પંચાશક રચયિતા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ છે. ભાષાંતરકર્તા રાજશેખરસૂરિ મહારાજ. પ્રથમ પંચાશકમાં શ્રાવકધર્મનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં તેમણે સમ્યક્ત્વ, બાર વ્રત, અને શ્રાવક કરણી એમ ત્રણ વસ્તુ પ્રતિપાદન કરેલ છે. (૩) ધર્મ બિન્દુ રચયિતા શ્રી હરિભદ્રસૂરિ છે. ભાષાંતરકર્તા વજ્રસેન વિજયજી અને મણીલાલ નથુભાઈ છે. ત્રીજા અધ્યાયમાં શ્રાવકના વિશેષ ધર્મ સમ્યક્ત્વ, મૂળ બાર વ્રતના સ્વરૂપમય છે. આમાં સમ્યક્ત્વ તથા બાર વ્રતનું સ્વરૂપ અને શ્રાવકની કરણી બતાવેલ છે. (૪) ઉપદેશપદ રચયિતા પૂજ્ય હરિભદ્રસૂરિ છે. બીજા ઉપદેશની સાથે માર્ગાનુસારીના બોલ, સમ્યકત્વનું સ્વરૂપ, બાર વ્રતનું સ્વરૂપ વગેરે બતાવ્યું છે. ગાથા-૫૪૯ છે. રચયિતા શાંતિસૂરિ મહારાજ છે. (૫) ધર્મરત્ન પ્રકરણ પ્રથમ ભાગમાં અને દ્વિતીય ભાગમાં શ્રાવકધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૬) શ્રાદ્ધદિન કૃત્ય - રચયિતા આચાર્ય દેવેન્દ્રસૂરિ મહારાજ કેવળ શ્રાવકને જ ઉપયોગી આ ગ્રંથ સવૃત્તિક બનાવ્યો છે. - (૭) યોગ શાસ્ત્ર – શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ. ત્રણ પ્રકાશમાં શ્રાવકનો સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, બાર વ્રત વગેરે દર્શાવ્યાં છે. (૮) ધર્મ વિધિ પ્રકરણ - સ્વરૂપ બતાવ્યું છે. (૯) ઉપદેશ સતિકા – પૂજ્ય સુધર્મગણિએ રચ્યો છે. ૧૦૦ ઉપરાંત ગાથા છે. ૪૨ ગાથાથી શ્રાવકધર્મ (બાર વ્રત) દર્શાવ્યો છે. (૧૦) શ્રાદ્ધગુણ વિવરણ કર્તા શ્રી જિનમંડનગણિ છે. ૪૦થી ૫૬ સુધીના શ્લોકોમાં શ્રાવકના સામાન્ય ધર્મરૂપ ન્યાયસંપન્ન વિભવ વગેરે ૩૫ ગુણોનું વર્ણન છે. (૧૧) શ્રાદ્ધવિધિ - પૂજ્ય રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકના આચાર વગેરેનું આલેખન કર્યું છે. (૧૨) ઉપદેશ પ્રસાદ રચયિતા આચાર્ય વિજયલક્ષ્મીસૂરિજી છે. ૬૨થી ૧૬૫ શ્ર્લોક સુધી બાર વ્રતનું સ્વરૂપ અતિચાર આલેખ્યા છે. ૨૬૪ - - શ્રી પ્રભસૂરિજીનો રચેલ છે. ગાથા ૪૨થી ૫૦ સમક્તિ મૂળ બારવ્રતનું
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy