SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમા વ્રતના અતિચાર સમજવતાં કહે છે કે, આ વ્રતના પાંચ અતિચાર ત્યજવા, જેમ કે સંથારાની ભૂમિ બરાબર જોવી. સ્થંડિલની ભૂમિની પ્રતિલેખના કરી વાપરવી. વળી ભવીજનોએ આ કામ વિધિપૂર્વક કરવું. જેમ કે જ્યાં માતરું વગેરે (પેશાબ વગેરે) પરઠવવું હોય ત્યાં પહેલાં દૃષ્ટિથી બરાબર જોવું. તેમ જ ‘અણુજાણહજસુગ્ગહો’ અર્થાત્ જે તેના માલિક છે તેની આજ્ઞા એમ બોલવું. આવી રીતે પરઠવવાથી સાચી જયણા થાય. તેમ જ પરઠવ્યાં પછી ત્રણ વાર ‘વોસિરે વોસિરે' અર્થાત્ પરઠવવા યોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું, એમ કહેવું. અને પૌષધશાળામાં દાખલ થતાં ત્રણ વખત ‘નિસિહી’ અર્થાત્ અન્ય વ્યાપારનો ત્યાગ કરું છું અને નીકળતાં ‘આવસહિ’ અર્થાત્ બીજી અવશ્ય કરવાની ક્રિયાઓ બાકી છે માટે બહાર નીકળું છું, એમ ત્રણ વખત મનમાં બોલવું. તેમ જ સમયસર દેવવંદન કરવું. આવી રીતે પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ. વળી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને છઠ્ઠા ત્રસકાયનો સ્પર્શ કરવો નહિ. આવી રીતે પૌષધનું ફળ લેવું. તેમ જ દિવસે ઘણી નિદ્રા કરી હોય, સંથારા પોરસીની વિધિ ભણી ન હોય, વળી અવિધિએ સંથારો પાથર્યો હોય તો તેનો ‘મિચ્છામિ દુક્કડમ્’ આપો. પૌષધ કવેળાએ કર્યો હોય વહેલું પાળીને ઘરે જવાયું હોય, વળી ભોજનની (પારણાંની) ચિંતા કરી હોય, તો કહે! તારાં કામ કેવી રીતે પાર ઊતરશે? વળી પર્વ-તિથિમાં પૌષધ કર્યો ન હોય તો તેનું ‘મિચ્છામિ દુક્કડમ્' આપો. અંગથી આવા અતિચાર શા માટે સેવવા જોઈએ? તેમ પોતાના હૃદયને સમજાવો. દૂહા || આપ હઈ સમઝાવિ ઈ, ફીજઇ તત્ત્વવીચાર | પોષધ પૂણ્ય કિઆ વ્યનાં, કહઇ કિમ પામીશ પાર ।।૯।। એ વ્રત સુણિ અગ્યારમું, વરત સકલમાંહા સાર । વલી વ્રત બોલું બારમું, ઊત્તમનો આચાર ||૧૦|| કડી નંબર ૯થી ૧૦માં કવિ ‘પૌષધોપવાસ વ્રત'નો મહિમા બતાવતાં કહે છે કે, પૌષધ પુણ્ય વગર પાર પામી શકીએ નહિ, તેમ જ પછી બારમું વ્રત કહે છે. આમ તમારા હૃદયને સમજાવો તેમ જ તત્ત્વનો વિચાર કરો કે પૌષધ પુણ્ય કર્યા વગર કહો કેવી રીતે પાર પામશો? જે સકળ વ્રતમાં સારરૂપ છે એવું આ અગિયારમું વ્રત સાંભળ્યું. હવે ઉત્તમ પુરુષના આચારરૂપ બારમું વ્રત કહું છું તે તમે સાંભળો. ઢાલ || ૭૫ || સી. વીજ્ય કરી ધરિ બારમુ વ્રત એમ પાલીઇ, આવીઆ ।। રાગ. કેદારો ।। દીજઇ મુનીવર દાન | દાન દેઈ રે ભોજન કરઇ, તસ ધરિ નવઈ નવઈ નીધ્યાન ||૧૧ || અતિસંવિભાગ વ્રત કીજીઇ, દીજીઇ જે મુનિ હાથિ । તે પણિ આપણિ લીજીઇ, પૂણ્ય હોઈ બહુ ભાતિ ।।૧૨ ।।
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy