SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કડી નંબર પરથી પ૩માં કવિએ શીલવંત નર નારીના નિત્ય નામ લેવાં તેમ જ શીલવ્રત પાળવાથી સુરનો અવતાર મળે છે તે વાત સમજાવી છે. શીલવંત નર નારીના નામનું સ્મરણ હંમેશાં કરવું કે જેનાથી ઘરમાં નવનિધિ અને ચૌદરત્ના હોય તેમ જ જગમાં યશ મળે છે. મન વગરનું શિયળ પાળવાથી પણ દેવનો અવતાર મળે છે, તો પછી ચિત્ત નિર્મળ રાખવાથી પાર કેમ ન પામી શકીએ? ઢાલ છે ૫૮ ચોપઈII પંચ અતિચાર એહના સાસ્ય, વિધવા વેશ કુલગનાં નાટ્ય / અપરગ્રહીતા શંગ મમ કરો, હાશ વિનોધ ક્રીડા પરીહરો //૫૪ // વલી સદારા સોક્ય જ જેહ, દ્રીષ્ટ રાગ કશ્ય વલી નેહ / વિપ્રજશ કીધો મનિ ઘણું, પાપે આલ્યુઓ આતમતણું //૫૫ // સરગવચન બોલ્યુ મુખ્ય થકી, વીકલપથી જીઊ થાઈ દૂખી / અનંગક્રીડા કીધી રંગિ, મીછાદૂકડ ધુ જિનસંગિ //૫૬ // પરવિહીવા મેલિ કાં દીઇ, વિષઈ વધારી ટુ ફલ લીઇ / કાંમભોગ તીવર અભીલાલ, સીલ પરજાલી કીધુ રાખ //૫૭ // રૂપ શણગાર વખાણઈ વલી, મન ચોખું પણિ જાઇ ટલી / જિમ લીબુ મુખસ્ય નવી મલઇ, પણિ તસ વાતિ ડાર્યા જ ગલઇ //૫૮ // આઠમ્ય પાખી પૂન્યમ જગ્ય, એ છઈ મ્યુભ કરણીની ખાંણ્ય / એણઈ દિવસિં એ રાખો આપ, ભોગ કરંતા પોઢું પાપ //૫૯ // સીલ સમુ નહી કો પચખાંણ, જોયુ ન્યુધ વિમાસી જાણ / લાછલદે સુત તે પણિ ગ્રહું, યુલિભદ્રનું નાંમ જ રહુ //૬૦ // ઢાલ-૫૮ કડી નંબર પ૪થી ૬૦માં કવિ ચોથા વ્રતના પાંચ અતિચાર સમજાવી તેને ત્યજવાનું કહે છે. કવિ ચોથા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે, ચોથા વ્રતના પાંચ અતિચાર સાંભળો વિધવા, કુમારિકા અને કુલાંગના નારી (વેશ્યા) તેમ જ અપરિગ્રહિતા (પરસ્ત્રી) સાથે સંગ કરવો નહિ. તેમ જ હાસ્ય, વિનોદ અને ક્રીડા પણ છોડવી. વળી પોતાની પત્ની અને તેની શોક્ય સાથે અતિરાગ કર્યો હોય, મનમાં ઘણો અવિશ્વાસ કર્યો હોય, તો તે પાપનું પ્રાયશ્ચિત કરવું. વળી મુખમાંથી સરાગ વચન બોલાયાં હોય, તેમ જ કુવિકલ્પો થકી પણ જીવ દુઃખી થાય છે. અનેરા અંગે કામક્રીડા કરી હોય તો જિનભગવંતની સાક્ષીએ “મિચ્છામિ દુક્કડમ્' આપો. તેમ જ પરવિવાહ શા માટે કરાવવાં? આમ વિષય વધારવાથી શું ફળ લઈએ? વળી કામભોગને વિષે અતિ તીવ્ર અભિલાષા કરી હોય તો તે શિયળ બાળીને રાખ કરે છે. વળી સ્ત્રીનાં રૂપ શણગારને
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy