SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કઇવનો ગુણવંત રે, સમરું શકોશલ / પૂડરીક નિં પૂજીઇએ //૪૬ // પ્રભવો વીષ્ણકુમાર રે, કુરગઢ મુની / કરકંડુ સીલિં ભલો એ //૪૭ // કીસ્સ અનિં બલિભદ્ર રે, વંદૂ હનમત / દશાનદ્ધ દીનકર સમો એ //૪૮// બ્રાહામી સૂદરી સોય રે મયણા સુદરી / દવદંતી સીલિં ભલી એ //૪૯ // મૃગાવતી પૂણ્યવંત રે, સુલતા સાધ્વી | મણિરેહા મુખ્ય મંડીઈ એ //૪૯ // કુતા દ્રપદી દોય રે, ચંદનબાલા એ / પૂલચુલા રાજિમતી એ //પ૧ // ઢાલ – (૫૭-ક) કડી નંબર ૪૩થી ૫૧માં કવિ શીલવંત મહાત્માઓનાં નામ દર્શાવી તેમને વંદન કરવાનું કહે છે. કવિ શીલવંત મહાપુરુષોનાં નામનો ઉલ્લેખ કરતાં કહે છે કે, જેમ કે ગૌતમ, મેઘકુમાર વળી થાવસ્યા પુત્ર તેમ જ વૈર સ્વામીને ચરણે નમું છું. ભરત, બાહુબલી એ બન્નેને તેમ જ અભયકુમાર અને ઢંઢણ મુનિવરને વંદન કરવા. વળી શ્રીયક, સુકુમાલ અને અઈમુત્તોને વંદીએ. તો નાગદત્ત પણ શીલથી ચૂક્યાં ન હતા. કવન્ના શેઠનું સૌભાગ્ય હોજ, સુકોશલ મુનિને પણ સમરીએ, તો પેંડરિક મુનિને પૂજીએ, વળી પ્રભવ મુનિ, વિષ્ણુકુમાર અને કુરગડુ મુનિ, તો કરંકડુ રાજર્ષિ શીલમાં શ્રેષ્ઠ હતા, વળી કૃષ્ણ અને બળભદ્ર તેમ જ હનુમાનને વંદું છું. તો દશાણભદ્ર રાજા સૂર્ય સમાન હતા. અહીં આગળ કવિ શીલવંતી સતીઓનાં નામ દર્શાવે છે, જેમ કે બ્રાહ્મી, સુંદરી બન્ને તેમ જ મયણાસુંદરી, દમયંતી વગેરે સતીઓ શીલવાન હતી. મૃગાવતી પુણ્યશાળી હતાં. વળી તુલસા સાધ્વી તેમ જ મયણરેખા મોટા અને મુખ્ય હતાં. તેમ જ કુંતા, દ્રૌપદી એ બન્ને, ચંદનબાળા, પુષ્પચૂલા તેમ જ રાજીમતી વગેરે શીલવંતી નારીઓ છે. દૂહા | સીલવંત નરનાનું નતિ લીજ નામ | નવનીધ્ય ચઊદરયણ ઘરિ જસ જગમ્હા અભીરાંમ //પર // મન વિન સીલ જ પાલીઇ, તો પણિ સુર અવતાર / ચીત ચોખ નિત્ય રાખતા, તે કિમ ન લહઈ પાર //પ૩ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy