SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાને ત્યજવી. વળી જે પાણીના જીવ હોય, ત્યાં જ તેમને મૂકવાં. ગરણું વીછળવામાં જરાપણ આળસ કરવી નહિ કારણ કે પાણી વગર તે જીવ જીવી શકે નહિ, હૃદયમાં આવો વિચાર કરવો. હૃદયમાં દયાભાવ હોય તો સંખારાને સૂકવવો નહિ, આમ બધા જીવોને જીવાડવા પણ મનમાં અભિમાન કરવું નહિ. વળી આગળ કહે છે કે, ખારું પાણી મીઠા પાણી સાથે ભેગું કરવું નહિ. તેમ જ સંખારો નીચા માણસના હાથમાં આપવો નહિ. ગરમ પાણીને માફકસર કરવા માટે ઠંડું પાણી ભેળવવું નહિ. તેમ કરવાથી પાણીના જીવ નાશ પામે છે અને પુણ્યની હાનિ થાય છે. કીડી, કંથુઆ કે હાથી હોય, બધાનો જીવ સુરપતિ જેવો સરખો જ હોય છે. માટે જીવ યોનિ નાશ પામતાં ઘણું જ પાપ થાય છે. દૂહા || પાતિગ બોહોલું તહાનિ કરતા પ્રાણીઘાત / પર હંસા નિં દૂહવતા, ભવિ ભવિ હોય અનાથ //છ૧ // કડી નંબર ૭૧માં કવિએ પરજીવની હિંસા કરવાથી દુ:ખ મળે છે તે ઉપદેશ આપે છે. બીજા જીવોને દુભાવવાથી તેમ જ તેનો ઘાત કરવાથી ઘણું જ પાપ લાગે અને ભવે ભવે અનાથપણું મળે. ઢાલી ૪૪ . દેસી. સુણિ હવું એક વ્યખ્યમી પૂરૂ // આપ સમા સવિ જીવડા, હઈઇ વ્યંત અપાર રે/ જે નરા જીવ નિં પારસઈ, ફરઈ તે ગતિ ચ્યાર રે //૭ર // વયણ સુણો જગિ સહુ નરા, દયા ધર્મ તે સાર રે / તપ જપ ધ્યાન તો છઇ ભલું, ત્યા વિનએ તે છાહાર રે વયણ સુણો જગિ સહુ નરા. આંચલી / જે જગી તરસ નિ થાવરા. જીવ સકલ ઊગાય રે / જંતુ હીડઈ જગી જીવવા, તેહનિ તુ મમ માર્યો રે //૭૩ // વયણ સુણો. કર્મ વીપાક માંહિં કહ્યું, કરઈ જીવ સંધાર રે / તે નરા પાપમહા બુડસઈ, નવી પાસઈ પાર રે //૭૪ // વયણ. સીહ સીઆલ નિ સુકરાં, અજા જે મૃગબાલ રે / હિંવર હરણ નિ હાથીઆ, દેતા વાઘલા ફાલ રે //૭૫ // અજગીર સંવર રોઝડાં, વછ ચીખલ ગાય રે | ચીતરા ચોર નિં. મંકડા, દીધા નાગનઈ ધાય રે //૭૬ // વયણ. પંખીઓ પાસઓં પાડીઆ, મછ કછની જાત્ય રે / જે નરા મંશના લોલપી, ફરઈ નગ તે સાત્ય રે //૭૭ // વયણ.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy