SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલા ૪૩ || દેસી. પાંડવ પાચઈ પ્રગટ થયા //. અણગલ નીર ન પીજીઇ, અંગલિ ઝીલવું વાય રે / અણગલિ વસ્ત્ર પખાલતાં, પાપ ઘણું જ સંસા રે //૬૨ // અણગલ નીર ન પીજીઈ આંચલી શ્રીમાનસીત માંહઈ કહ્યું, ગલણાતણોએ વીચાર રે / તે ટ્યુતો મનિ આપણઈ, જિમ પાંમો ભવપાર રે //૬૩ // અ. પોહોલપણઈ વીસ ગલાં, લંબ પણઈ વલી ત્રીસ રે / તે ગલણું રે બેવડ કરી, જલ ગલીઈ નસ દીસ રે //૬૪ // અણગલ. ગલતાં ઝાલક પરીહરો, ટુંપો તો નીવ દીજઈ રે / જે જલનો જીવ ઊપનો, તેહનઈ તાહિ મુકી જઈ રે //૬૫ // અણગલ. વીછલતાં રે ગણું વલી, આલસ મ કરિ લગાર રે / જલ વિન જીવ જીવઈ નહી, હઈડઈ કરોએ વીચાર રે //૬ ૬ // અણગલ. સંખારો મમ સુકવો, જે તુમ હઈડઈ સોન રે / જીવ સકલનિ રે જીવાડીઈ, મ કરો મનિ અભીમાન રે //૬૭ // અણગલ ખારૂ નીર ન ભૂલીઇ, મીઠા જલ તણઈ સાધ્ય રે | સંખારો નવિ દીજીઈ, નીચા જણ તણઈ હાધ્ય રે //૬૮ // અણ. સમોઅણ તે નવી કીઈ, ઊનિ જલ વલી જગ્યા રે / જલના જીવ વણસતાં, પૂણ્ય તણિ હોય હાંણ્ય રે //૬૯ // અણગલ કીડી કુકર કંથુઓ, સુરપતિ સરખો જોય રે / જીવ નિ યુન્ય વિણસતા, પાતિગ અતિ ઘણું હોય રે //છ0 // અણગલ - ઢાલ – ૪૩ કડી નંબર ૬૨થી 90 માં કવિએ પાણી ગાળવાનો વિધિ તેમ જ ગરણાનું માપ વગેરે આગમ પ્રમાણે દર્શાવ્યું છે. તેમ જ અણગળ પાણી પીવાથી કે વાપરવાથી અને પાણી ગાળ્યા બાદ સંખારાનું બરાબર જતન ન કરવાથી પણ જીવોની ઘાત થાય છે તે વિસ્તારથી સમજાવ્યું છે. અણગળ પાણી પીવું નહિ, અણગળ પાણીથી સ્નાન કરવું નહિ, વળી અણગળ પાણીમાં વસ્ત્રો ધોવાં નહિ. તેમ કરવાથી સંસારમાં ઘણું જ પાપ લાગે છે. “શ્રી મહાનિશિથ સૂત્ર'માં પણ ગરણાંનો વિચાર બતાવ્યો છે. માટે તે વિચાર મનમાં રાખવાથી ભવપાર પામી શકાય. કવિ અહીં ગરણાનું સ્વરૂપ તેમજ પાણી ગાળવાની વિધિ બતાવતાં કહે છે કે, વીસ આંગળ પહોળું અને ત્રાસ આંગળનું લાંબું એવું વસ્ત્ર બેવડ કરીને ગરણું બનાવવું. તેનાથી રાતદિવસ પાણી ગાળવું. વળી પાણી ગાળતી વખતે છાલકને છોડવી તેમ જ ગરણું નીચોવીને પાણી લેવું નહિ તેમ જ ઝાપટવાની
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy