SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સાધર્મકનો અવગુણ લીધો, મીછાદૂકડ તે નવિ દીધો / તો તુઝ કાજ એકુ નવિ સીધો. મુગતિ કોટિ નવિ જાઈ લીધો //૬૮/I નંધા મે કરો કો વલી કહઈની, નંદા કીજઇ આતમ દેહની / અસીઅ પ્રગતિ હોસઈ જગિ જેહેની, ગતિ ઊચી હોઇ પણી તેહેની //૬૯ // કર્મ ગંછા મ કરો કોઈ હરિકેસી રષિ તુ પણિ જોઈ | ભવ ઊત્તમનો તે પણિ ખોઈ, કુલ ચાંડાલ તણઈ મુની સોઈ //છOTI કર્મ દૂગંછ કયા વ્યન સારો, રાય પૂગ્યાયે ચરીત્ર સંભારો / આતમ સીખ દેઈ એમ વારો, વ્યવર્ધાિ નંધા સોય નીવારો TI૭૧ // એમ ભવ ભમતા પાતિગ અંગિ, મીછાદૂકડ ૬ જિનસંગિંગ / પાપ પખાલ આતમ રંગ, જિમ જગિ થાય સીધ અલંગિ ||૭ર// ઢાલ - ૩૩ કડી નંબર ૬૫થી ૭રમાં કવિએ જૈન ધર્મની, સાધુની તેમ જ સંઘની નિંદા ન કરવી. નિંદા કરવાથી દુર્ગતિ મળે છે એ વાત સમજાવી છે. કવિ કહે છે કે, જે મુનિનાં મેલાં-ફાટેલાં વસ્ત્ર જોઈને, જિન ધર્મને વખોડીને મૂકી દે છે તે કારણથી તેની દુર્ગતિ ગણી છે અને વિશેષથી મૂઢમતિને પામે છે. કવિ ચતુર્વિધ સંઘને કનક કળશ'ની ઉપમા આપતાં કહે છે, આ જગમાં ચતુર્વિધ સંઘ મોટો છે જાણે સોનાનો કળશ. તેની નિંદા જે કરે છે તે ખોટો છે અને પાપનો પોટલો માથા પર લે છે. તેવી જ રીતે જે સાધુની નિંદા કરે છે તે શુદ્ધ ગતિને છોડીને દુર્ગતિ મેળવે છે, આમ વિષની કટોરી જલદી પીને તે મુક્તિગઢને સાંકળ મારી દે છે. સાધર્મિકનો અવગુણ બોલીને પછી મિચ્છામિ દુક્કડમ્' ન કહેવાથી તારું એક પણ કાર્ય સીધું થશે નહિ તેમ જ મુક્તિગઢમાં પણ જઈ શકીશ નહિ. માટે કોઈની પણ નિંદા કરવી નહિ પોતાના આત્માની નિંદા કરવી. આ જગમાં જેની આવી પ્રકૃતિ હશે તેના થકી જ તે ઊંચી ગતિ પ્રાપ્ત કરશે. તેમ જ કર્મની ધૃણા પણ કરવી નહિ. કવિ અહીં હરિકેશી ઋષિનું દષ્ટાંત આપતાં કહે છે કે, હરિકેશી ઋષિને તું એવી રીતે જો કે જેમણે ઉત્તમ કુળનો ભવ ખોયો અને ચાંડાલ કુળમાં જન્મ્યા. (આવ્યા) તેવી જ રીતે જેમણે કર્મની ધૃણા કરી ન હતી એવા રાય પૂણ્યાત્યનું ચારિત્ર યાદ કરવાનું કહે છે. આવી આત્મશીખ ધરીને મનને રોકવું અને ત્રણ પ્રકાર (મન, વચન, કાયા)થી નિંદાનો ત્યાગ કરવો. આમ અનેક ભવ ભમતાં ભમતાં આત્માને લાગેલાં પાપોને જિનધર્મની સંગે “મિચ્છામિ દુક્કડમ્' આપો. આવી રીતે આત્માથી આનંદપૂર્વક પાપોને ધોવાથી જગમાં સિદ્ધ પરમાત્મા થવાય. ઢાલ || ૩૪ || દેસી. દેખો સુહણાં પૂણ્ય વીચારી // રાગ. શ્રીરાગ // મીઠા સ્તુતિ મમ કરોઅ લગારો, જે જગિ ધર્મ અસારો /
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy