SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનની મતિ મૂકી દીધી છે તે શુભ કરણી સાથે ખેલે છે અને કર્મ થકી તેની મતિ મેલી થાય છે. ઘર બહાર, કૂવાના જળે, સાગર જળે, નદીઓનાં કાંઠે વળી દ્રહ, વાવ, સરોવર કાંઠે પુણ્ય માટે માથું ટેકવો નહિ. આમ અનેક ભવે ભમતાં ભમતાં આત્મામાં આકાંક્ષા કરી હોય તો દેવ, ગુરુ અને જિનપ્રતિમાની સાક્ષીએ ‘મિચ્છામિ દુક્કડમ્' આપો. ઢાલા ૩૨ / ચોપઈ છે પરજીઓ રાગી વતીચંછા તે ત્રીજી સહી, ધર્મ તણાં ફલ હોઈ કે નહિ / એવી મત્ય જસ આવી સહી, મ્યુભકર્ણ તસ ચાલી રહી //૬ ૧// ત્રીભોવન નાયક વીસ્વપ્રકાર, મોક્ષમારગનો જે દાતાર / અસ્યા ગુણ જાણી ભગવંત, જેણઈ નવિ પૂયા એ અરીહંત //૬ ૨// ઇહઇલોક પરલોક ભણી, કાં તુ ધ્યાઈ ત્રીભોવનધણી / કષ્ટિ કો નર પાટુ ખોભ, જિનવરનિ દેખાડઈ લોભ //૬૩ // યાગ ભોગ માંનિ નિ જાય, જિનવર નિં જઈ લાગ) પાય / એ વતીગંછા તુ પણિ જગ્ય, અંગિ અતિચાર નર મમ આણ્ય //૬૪ // ઢાલ - ૩૨ કડી નંબર ૬૧થી ૬૪માં કવિએ સમકિતના ત્રીજા અતિચાર ‘વિતિગિચ્છા’ અર્થાત્ કરણીના ફળમાં સંદેહ રાખવો. તેના વિષે સમજાવ્યું છે. કવિ વિતિગિચ્છા'નું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, વિતિગિચ્છા સમકિતનો ત્રીજો અતિચાર છે. ધર્મનાં ફળ હોય કે નહિ એવી મતિ જેની પાસે આવે છે, તેની શુભ-કરણી જતી રહે છે. ત્રિભુવનના નાયક, વિશ્વના ઉપકારક અને મોક્ષ માર્ગના દાતાર એવા ભગવંતના ગુણો જાણવા છતાં જેણે અરિહંતને પૂજ્યા નથી, પરંતુ આલોક અને પરલોક એવું જાણીને શા માટે ત્રિભુવન ધણીનું ધ્યાન ધરે છે. આ કષ્ટ થકી કેટલાય નર ક્ષોભ પામ્યા છે. વળી જિનવરને ભજવામાં લોભ બતાવે છે પરંતુ જિનવરને વંદન કરવાથી યજ્ઞ, ભોગ વગેરે બધું મનમાંથી જતું રહે છે. આવી રીતે વિતિગચ્છાને સમજીને આત્મામાં આ અતિચાર લેવો નહિ. ઢાલ ૩૩ .. દેસી. સે સુત ત્રીશલાદેવી સતીનો // વસ્ત્ર મલણ મલ મુનીવર દેખી, જેણઈ મુકયુ જિનધર્મ ઉવેખી / તેણઈ કાર્ણ તેણઇ દૂરગતિ લેખી. તે નર મુઢમતીઓ વસેષી //૬ ૫// એણઈ જગી શંધ ચતુરવિધી મોટો, જાણે કનકતણો વલી લોટો / નંધા તાસ કરઈ તે ખોટો, લીધો પાપતણો શરિ પોટો //૬ ૬ // સાધતણી જેણઈ સંધા કીધી, સુધગતિ છડી દૂરગતિ લીધી / વિષહ કોચોલી વેગિં પીધી, મુગતિયોલી તેણઈ ભોગલ દીધી //૬૭ની
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy