SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ કહે છે કે, જેમ એક દર્શન જિનપ્રતિમા સામે દ્વેષ કરે છે, મુનિના વેષ ઉથાપે છે, યોગ, ઉપધાન, માળ વગેરેનો નિષેધ કરે છે તેઓ અનંત કાળ સુધી નિગોદમાં પડશે. અહીં આગમ ગ્રંથોના સંદર્ભ પેશ કરતાં કવિ કહે છે કે, તેઓ “શ્રી રાજપ્રશ્નીય સૂત્ર' જોતાં નથી તો તમારાં દર્શનનું સૂત્ર કેવી રીતે રહેશે? જેમ કે સૂર્યાભદેવે પણ પૂજા કરી હતી. તો પછી તમે ક્યા કારણથી ત્યજી છે? વળી દ્રૌપદીનો અધિકાર જુઓ. શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર' નામના છઠ્ઠી આગમમાં તે વિચાર બતાવ્યો છે, જિન ભવનમાં નમોથ્થણું કહ્યું છે. કુમતિ થકી તમે શ્રદ્ધા કરી નહિ. તેવી જ રીતે “શ્રી ભગવતીસૂત્ર'ના સિદ્ધાંત પણ જુઓ. જંધા વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિ મેરુપર્વત પર આવેલ નંદીશ્વર દ્વીપ ઉપર જઈને જિનપ્રતિમાને વંદન કરે છે. આમ ચરણ વંદન કરી પાછા ફરે છે અને અહીં આવી જિનપ્રતિમાને વંદન કરે છે. માટે જે આવાં વચનો માનશે તે સુખી થશે અને નહિ માને તે દુ:ખી થશે. વળી કવિ આગળ કહે છે કે, જિનપ્રતિમા જિનભગવંત જેવી કહી છે, તમે “શ્રી ઔપપાતિક સૂત્ર' પણ સારી રીતે જુઓ, ત્યાં અંબડનો અધિકાર જુઓ, તેણે અન્ય દેવ, ગુરુને ધાર્યા ન હતા. વળી પાંચમા “શ્રી ભગવતી સૂત્ર' આગમમાં એ અધિકાર છે કે ત્રણે શરણનો એક જ સાર છે. જેમ અરિહંત, ચૈત્ય અને સાધુનું શરણ લઈને ચમરદો મરણમાંથી બચી ગયો હતો. ત્યારે તેના પ્રત્યુત્તરમાં તે દર્શનનો મતવાદી મર્મ સમજાવતાં કહે છે કે, દયા વિના ધર્મ હોય નહિ અને જિનને પૂજવાથી હિંસા થાય છે, આમ પાપી કોઈ મોક્ષમાં જતાં નથી. ત્યારે સુવિહિત (પ્રતિપક્ષી) તેનો જવાબ આપતાં કહે છે કે તારી મતિ જતી રહી છે, જિનવરે નદી ઊતરવી કહી છે, તું ક્યા કારણથી શ્રદ્ધા રાખે છે, બોલ! દયા તારી કેવી રીતે રહેશે? તેના જવાબમાં સામે દ્વિપક્ષી કહે છે કે, જે મુહપત્તિ પડીલેહણ કરીને તે અસંખ્ય જીવને હણે છે. તો પણ પોતાને ડાહ્યો જૈન કહે છે અને વણ પડીલેહણને દુર્ગતિ મળે. વળી આગળ કહે છે કે, એક ઘરે બેસીને વંદન કરે અને બીજો ગુરુની સન્મુખ જઈને વંદન કરે છે. અધિક લાભ તું ‘બીજાને કહે છે તો તારો દયા ધર્મ કેવી રીતે રહેશે? તેના પ્રત્યુત્તરમાં પ્રતિપક્ષી કહે છે કે, બે પુરુષનું સરખું મન હોય, એકની પાસે ગરમ ભોજન છે અને બીજાની પાસે ઠંડું ભોજન છે. બન્ને પુરુષ મુનિને તે વોહરાવે છે. તું જવાબ આપ કે, વધુ લાભ કોને થાય? જો ઠંડા ભોજનના માલિકને વધુ લાભ મળે તો, હું પૂજાને અવગણીશ પરન્તુ જો ગરમ આહાર આપવાથી વધુ લાભ થતો હોય તો સર જિનપ્રતિમાને સ્વીકારો. અહીં વળી દષ્ટાંત આપતાં કવિ કહે છે કે, ગરમ આહારનો વૃત્તાંતમાં સંગમની વાત સાંભળજે. શુદ્ધ ભાવના, વસ્તુનો સંયોગ અને સુપાત્ર આમ ત્રણેયનો યોગ થતાં રોગમ બીજા ભવમાં સુકોમળ અંગવાળો શાલિભદ્ર નામે ઉત્પન્ન થયો. ત્યારે અન્ય દર્શની તરત જ દ્વિધા હૃદયે પૂછે છે કે, કોઈ એક માણસ પાણીમાં પડી ગયો છે અને મહાપુરુષની નજરે ચડ્યો. તો તેને બહાર કાઢવો કે મરવા દેવો? જે ડૂબતાં માણસને બચાવે છે, તે અસંખ્ય જીવને હણે છે તો પણ તે કરુણાવંત કહેવાય. એવું વચન ભગવંત ભાખે છે. આગળ વળી કહે છે કે, અળગણ પાણી જે નર પીએ છે તેને નિશ્ચયથી કુગતિ મળે છે પરંતુ પાણી ગાળવાથી ગરણું
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy