SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ દસવિકાલિકમાં જે કહ્યું સુખ સોય વચન નવિ લહ્યું / ચીત્રપૂતલી ભીતિ જેહ, માહામુનીવર નવિ નરખઈ તેહ //ર૮ // તેણઈ નરખિ જો હોઈ પાપ, તો પ્રતિમા પેખિં પૂણ્ય વ્યાપ / એ દ્રષ્ટાંત હઈઇ ધારજે, જિન પૂજી આતમ તારજે //ર૯ // થોડામાંહિ સમઝે ઘણું, વારવાર તુઝ ટુ અવગણું /. શ્યામલ આજ્ઞાર્થે ધર્મ, જિનશાસનમાં એહજ મમં //૩૦ //. ઢાલ - ૨૮ કડી નંબર ૯૫થી ૩૦માં કવિએ સમ્યકત્વના પ્રથમ અતિચારનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવ્યું છે. તેમ જ અહીં પ્રસંગતઃ પ્રતિમા–નિષેધક મતનો ઉલ્લેખ કરીને તેમની સમક્ષ પ્રતિમાની સિદ્ધિ કરી આપનારા આગમ-ગ્રંથોનો સંદર્ભ પેશ કર્યો છે. આમ બન્ને પક્ષે સામસામે કરેલી દલીલો, ખંડનમંડન પણ વિસ્તારથી દર્શાવેલ છે, તેમ જ અન્ય મતાવલી સામે જૈનધર્મની અહિંસા કેવી સૂક્ષ્મ હોય છે એનું સંવાદી શૈલીમાં વિવેચન કર્યું છે. કવિ સમકિતના પાંચ અતિચાર બતાવીને કહે છે કે, સમકિતના પાંચ અતિચાર છે. તેના ઘણા દોષ બતાવ્યા છે. સૂત્ર-સિદ્ધાંતમાં પણ આ પાંચ અતિચારથી દૂર રહેવાનું કહ્યું છે. માટે જિનઆજ્ઞાનું શુદ્ધ પાલન કરવું. શ્રીવીર વચનમાં શંકા અથવા સંદેહ કરવો, મનથી શંકા રહિત થવું નહિ. તે પહેલો અતિચાર કહેવાય. માટે તેને “મિચ્છામિ દુક્કડમ્' આપો. પછી પહેલા અતિચારનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવતાં કવિ કહે છે કે, અરિહંતને અનંત બળ હોય, ચોત્રીસ અતિશયો હોય, વળી વાણીના ગુણ પાંત્રીસ હોય. આવા સકળ ગુણને ભગવંત ધારણ કરે છે. વળી ભગવંત અનંત જ્ઞાનના ધણી હોય. તેમના સમોવસરણમાં ઘણો ઐશ્વર્ય હોય. જેમ કે ચામર, છત્ર અને સિંહાસનથી શોભિત હોય. આમ તેમની રિદ્ધિને કોઈ પામી શકતું નથી. આવા જિનવર ભગવંતની વાણીને જેમ શાશ્વતી કહી છે તેમ જિનપ્રતિમા પણ શાશ્વતી છે. સ્વર્ગ, નર્ક અને મોક્ષ છે એવું કેવળજ્ઞાની ભગવંતોએ ભાખ્યું છે. આવાં વચનો જેણે નથી સ્વીકાર્યા એવા મૂઢમતિવાળા કાંઈ પણ મેળવી શકતાં નથી. તેમ જ તેમનું સમકિત નિશ્ચયથી નાશ પામે છે અને તેઓ “મિચ્છામિ દુક્કડમ્' આપતાં રહી જાય છે. જિનવચનથી જે વિપરીત જાય છે, તેવાં કેટલાય નર નરકમાં ગયા છે, આમ કુમતિ થકી જે દુઃખને ગ્રહણ કરે છે તે પાપરૂપી પૂરમાં ડૂબી જાય છે આવું જાણીને પણ જે અવગણના કરે છે તે નર અનંત દુ:ખોને પામે છે. આવાં દુ:ખોને ભોગવતાં અંત આવતો નથી તો તેના આત્માને સુખ કેમ મળશે? અન્ય મતાવલીઓનો ઉલ્લેખ કરતાં કહે છે કે, એક દર્શનમાં મતભેદ પડ્યો છે, તેણે જિનનાં શાસ્ત્રોની અવગણના કરી છે. તેમ જ વીરનાં વચનોને હૃદયમાં સ્થાપ્યાં નથી, આમ સમકિત બાળીને અંગારા કર્યા છે. જિનવચનોનો અનાદર કરી પોતાના (દર્શનનાં) વચન નિશ્ચયથી સ્થાપ્યાં છે. આમ દર્શને દર્શને ભિન્ન ભિન્ન આચાર દેખાય છે તો પછી પાર કેવી રીતે પામશું?
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy