SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ત્યાગથી જીવો વર્તમાન સુખી છે, ત્યાગ ધર્મમાં પ્રત્યક્ષ સુખ દેખાઇ રહ્યું છે, એવા ત્યાગધર્મને સેવનારને પરભવમાં સુખ પ્રાપ્ત થશે જ. (૫) મમતાની ગાંઠ છોડ્યા વિના ત્યાગ થતો નથી. મમતા એ પાપ છે. એ પાપના ત્યાગથી પુણ્ય પ્રાપ્ત થશે. (૬) જો ત્યાગધર્મથી અળગો રહ્યો તો પુણ્યફળમાં મળેલી વસ્તુઓ તને ત્યાગીને ચાલી જશે. એ તને ત્યાગીને ચાલી ન જાય તે પહેલાં તું જ એને ત્યાગી દે. (૭) ભોગ રોગને આમંત્રણ આપે છે, ત્યાગ યોગ આપે છે. જો રોગના ભોગ ન બનવું હોય તો ત્યાગને સ્વીકારી લે. (૮) માન-મોટાઇ મેળવવા માટે કે આલોક-પરલોકના સુખ પ્રાપ્ત કરવાના લોભે ત્યાગધર્મને સેવીશ નહિં, માત્ર એક આત્મકલ્યાણ અર્થેજ ત્યાગધર્મને અપનાવજે. (૯) જેઓ ત્યાજ્ય વસ્તુઓની પ્રાપ્તિ અર્થે જ ત્યાજય વસ્તુનો ત્યાગ કરે છે, તેઓનો ત્યાગ અનેક અનર્થોને ઉત્પન્ન કરે છે. તારો ત્યાગ આવા પ્રકારનો તો નથી ને ? (૧૦) ત્યાગ ધર્મમાં સ્થિર થવા માટે તીર્થંકરોનાં તથા મહાત્યાગીનાં જીવનચરિત્ર વાંચવા-વિચારવા જેથી ત્યાગધર્મની ભાવના સુદ્રઢ બને. ત્યાગના પ્રકાર : ‘ઠાણાંગ સૂત્ર’માં ત્યાગ ચાર પ્રકારનો દર્શાવ્યો છે. (૧) મનત્યાગ, (૨) વચન ત્યાગ, (૩) કાય ત્યાગ, (૪) ઉપકરણ ત્યાગ. મનથી કોઇ પણ ભોગ્ય વસ્તુનો ત્યાગ કરવો, તેને મનત્યાગ કહે છે. અથવા આત્મવિરોધી વિભાવ ભાવનો મનથી ત્યાગ કરવો તેને મનત્યાગ કહે છે. 33 ભગવાન મહાવીર અને સંયમજીવન
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy