SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર એટલે પૂર્વોક્ત ત્રણ પ્રકારના સૂત્રમાં કહ્યા મુજબની આચરણા આચરતો જીવ સંસારસમુદ્ર તરે. પૂર્વોક્ત ત્રણ પ્રકારના સૂત્રની આચરણા-આજ્ઞા ખંડે (તોડે) તો જીવ સંસાર વધારે, તેવું સમવાયાંગસૂત્રવૃત્તિમાં કહ્યું છે. તે પાઠ : इच्चेइयं दुवालसंगं गणिपीडगं अतीतेकाले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारे अणुपरिअट्टिसु (समवायसूत्रे ) इदं हि द्वादशांगं सूत्रार्थोभयभेदेने त्रिविधं । ततश्चाज्ञया सूत्राज्ञयाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया, अतीतकालेऽनंताजीवाश्चतुरन्तं संसारं चतुरन्तनारकतिर्यग्नरामरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः अनुपरावृत्तिवन्तो जमालिवत्, अर्थाज्ञतया पुनरभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया गोष्ठामाहिलवत्, उभयाज्ञया पुनः पंचविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादेरन्यथाकरणलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिंगधारकानेकश्रमणवत्, सूत्रार्थोभयैर्विराध्येत्यर्थः, अथवा द्रव्यक्षेत्र-काल-भावापेक्षमागमोक्तानुष्ठानमेवाज्ञाततया तदकरणेनेत्यर्थः ॥ એ દ્વાદશાંગ સૂત્રાર્થ ઉભય ભેદે કરી ત્રણ પ્રકારનું, તેની આજ્ઞા તે સૂત્રઆજ્ઞા. તે અભિનિવેશ થકી અન્યથા કહે તે જીવ ચતુર્ગતિમાં જમાલીની પેઠે વારંવાર પરિભ્રમણ કર્યા કરે છે અને કરશે. અર્થને વિપરીતપણે ભાવ-પ્રરૂપે તે ગોઠામાહિલની જેમ સંસારપરિભ્રમણ કર્યા કરે છે અને કરશે. સૂત્ર અને અર્થ બંનેને વિપરીત પણે પ્રરૂપનાર પણ અનેક દ્રવ્યસાધુની જેમ સંસારપરિભ્રમણ કરે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અજાણપણે આગમોક્તઅનુષ્ઠાન ન કરે તે પણ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને કરશે. ઉપર લખ્યાનો ભાવાર્થ એ છે કે આગમને જે કોઈ માને છે પણ તેના સૂત્રનું એક પદ કે એક અક્ષર કે એક પદનો અર્થ વિપરીતપણે કહે તે મિથ્યાષ્ટિ જાણવો. પૂજય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કૃત સંગ્રહણીમાં તે જ કહ્યું છે –
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy