________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૮૩ - ૩થ પંચશ: પરિચ્છે : - પ્રશ્ન:- શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા તથા ભુવનદેવતાના કાયોત્સર્ગ પૂર્વાચાર્યો પ્રતિક્રમણમાં કરતાં આવ્યાં તે તમે કેમ કરતાં નથી ?
જવાબ:- પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક સંબંધી દેવસી પ્રતિક્રમણના અંતમાં મૃતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતાના કાયોત્સર્ગ જેમ પૂર્વાચાર્યો કરતાં આવ્યાં તેમ જ અમે પણ કરીએ છીએ, પણ કારણ વિના નિરંતર કરતાં નથી. પ્રશ્ન :- શ્રુતદેવતાને નમસ્કાર તથા તેનો કાયોત્સર્ગ શા માટે કરો છો? જવાબ :- શ્રુતદેવતાનો નમસ્કાર તથા તેનો કાયોત્સર્ગ વાણીને આરાધવાને અર્થે કરીએ છીએ.
પ્રશ્ન :- શ્રુતદેવતાને વાણીરૂપે આરાધન કરો છો કે દેવતારૂપે આરાધન કરો છો ?
જવાબ :- શ્રુતદેવતાને કારણ વિના વાણીરૂપે આરાધન કરીએ છીએ અને કારણે દેવતારૂપે પણ આરાધન કરીએ છીએ.
પ્રશ્ન :- શ્રુતદેવતાને વાણીરૂપે નમસ્કાર તથા તેનું આરાધન કરવું ક્યાં કહ્યું છે ?
જવાબ:- શ્રી ભગવતીસૂત્ર શતક-૧૫માની આદિમાં “નમો સુદેવયાણ માવડું' એવો પાઠ છે, તેનો અર્થ એમ છે કે નમસ્કાર થાઓ શ્રુતદેવતા ભગવતીને, એ પાઠમાં શ્રી ગણધરદેવે શ્રુતદેવતાને નમસ્કાર કર્યો તે શ્રી જિનવાણીને કર્યો સંભવે છે, પણ દેવતાને કર્યો સંભવતો નથી. કારણ કે શ્રી ગણધર દેવને ચારે નિકાયના દેવતા નમસ્કાર કરે એવું જૈનસિદ્ધાંતોમાં કહ્યું છે, પણ શ્રી ગણધરદેવ ચારે નિકાયના દેવતાને નમે એવું કોઈ પણ જૈનસિદ્ધાંતમાં કહ્યું નથી. તથા શ્રી નિશીથસૂત્રની આદિમાં “નનો સુવિયાણ” એવો પાઠ છે તેનો અર્થ શ્રી અમદાવાદ પાંજરાપોળના ભંડારમાં જીર્ણ બહુ વર્ષોનું પુસ્તક છે તેમાં જેવી રીતે લખ્યો છે તેવી રીતે લખીએ છીએ :