SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરી ચૈત્યવન્દન કરવું ૧, રાઇપડિક્કમણાને છેહડે પુરુષને વિશાલલોચન, સ્ત્રીને સંસારદાવાની ત્રણ થોઈ ૨, દેહરાસરે ૩, પચ્ચક્ખાણ પારતાં ૪, આહાર કીધા પૂંઠિ પ, દેવસિ પડિક્કમણાને ધુરિ ૬, સંથારા પોરિસિ ભણતાં ૭ ઇમ સાધુને સદૈવ સાત વાર ચૈત્યવન્દના હુઈ અને શ્રાવકને સાત તથા પાંચ હુઈ જઘન્યતો ત્રિણિ હુઈ તે કિમ ? ઉદય અસ્ત પડિક્કમણાં બે ૨ સૂતા ઊઠ્યાં પછી છેહલી અને સૂચવાની ધૂરલી પછી ૩ સંથારાપોરિસી ભણતાં ૪ ત્રિકાલ દેવપૂજાઇ કરવી તેહની ત્રિણ ૩ એવં સાર ૭ એક વાર પડિક્કમણું કરે પાંચ ૫ બે વાર પડિક્કમણું કરે ૬ ત્રિકાલ દેવપૂજાયેં જ કરે કરે તેહિન હુ જો ત્રિકાલ દેવપૂજા ન થાઇ તો ત્રિકાલ ચૈત્યવન્દન કરે એવં ત્રિણિ II તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીકૃત લઘુભાષ્યત્રય બાલાવબોધમાં પણ સાત વેળાની ચૈત્યવંદના પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય પ્રકારે ચૈત્યવંદના કહી છે તે બાલાવબોધની ભાષા જેમ છે તેમ લખીએ છીએ : ૩૫૭ पडिक्कमणे १ चेइय२ जिमण३ चरिम ४पडिक्कमण५ सुयण६ पडिबोहे७ । चिइवंदण इअ जइणो सत्त उ वेला अहोरते ॥५९॥ હવે ચૈત્યવન્દનનું દ્વાર કહે છે - પ્રભાતિક પ્રતિક્રમણે વિશાલલોચનરૂપ ૧ ચૈત્યગૃહે ભગવંત આગલિં ૨ જિમણ પચ્ચક્ખાણ પારતાં ૩ ચિરમ આહાર કર્યા પછી ૪ સંધ્યાપ્રતિક્રમણ નમોડસ્તુ વર્ધમાનાદિ ૫ શયન સંથારાપોરિસી ભણાવતાં ૬ ડિબોહેકે સૂતાં ઊઠી કુસુમણાદિ કાઉસ્સગ્ગ નંતર ક્રિયાવેલાઇ ૭ એવં સાત ચૈત્યવન્દના યતિને અહોરાત્રિ મધ્યે હુઇં બેહું કાલિ પડિક્કમતાં ગૃહસ્થને ૭ વાર હુઈ અને એક પડિક્કમણ કરતાં ગૃહસ્થને ૫ વાર હુઈ અને પડિક્કમણ નથી કરતા એહવા ગૃહસ્થને ત્રિકાલ દેવપૂજાવસરે ત્રિણવાર ચૈત્યવન્દના જઘન્યથી હુઇ એટલે ચૈત્યવન્દનાદ્વાર ૨૩મું થયું. તથા શ્રી વિબુદ્ધવિમલસૂરિજીકૃત બાહ હજારી શ્રી સમ્યક્ત્વપરીક્ષા નામના ગ્રંથમાં પણ સાત વારની ચૈત્યવંદના પ્રતિક્રમણની આદિ-અંતની ચૈત્યવંદના સામાન્ય પ્રકારે એટલે જઘન્ય પ્રકારે કહી છે. તે પાઠ સહિત બાલાવબોધ લખીએ છીએ :
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy