SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર एवं भगवंतमभ्यर्च्य पूजयित्वा ईर्यापथिकीप्रतिक्रमणपूर्वक शक्रस्तवादिभिर्दंडकैश्चैत्यवंदनं कृत्वा स्तवनैस्तोत्रैश्च महामतिग्रथितैरुत्तमैः कविरचितैस्तूयात् गुणोत्कीर्तनस्तोत्राणां कुर्यात् ॥ ભાવાર્થ - એ છે કે આ વિધિએ કરી પેસીને ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રવેશની વિધિ એમ છે કે (૧) ફૂલ-તાંબૂલ પ્રમુખ સચિત્તદ્રવ્ય ત્યાગવા, (૨) તથા શસ્ત્ર, છરી, પગરખાં પ્રમુખ અચિત્તદ્રવ્યો તે પણ છોડવાં, (૩) ઉત્તરાસંગ કરવું, (૪) જિનબિંબ દેખીને હાથ જોડી માથે ચઢાવવા, (પ) મનને હળવું રાખવું, એવાં પાંચ અભિગમ સાચવીને નિશીહિ કરીને જાય. એમ જ સૂત્રના પાઠનો અર્થ છે. તથા જો રાજા પ્રમુખ દેરાસરમાં જાય ત્યારે રાજચિહ્ન છોડે. પહેલું તો ખડ્ઝ (તલવાર), બીજું જંત્ર (છત્ર), ત્રીજું ઉપાનહ (પાદુકા), ચોથું મુગટ, પાંચમું ચામર એમ જઈને ફૂલો વગેરેથી દરરોજ પૂજે અને પર્વતિથિએ સ્તોત્રપૂર્વક પૂજા કરે. તેની વિધિ એમ છે કે પ્રથમ પ્રભુને મસ્તકે સુગંધિત કેસરનું તિલક કરે, ત્યારપછી વધારે સુગંધવાળું દ્રવ્યના મિશ્રણનું ધૂપ કાવ્યમાં કહ્યું તે ઉખેવે. ત્યારપછી સર્વોષધિમિશ્રિત પાણીનો કળશ કરે. પછી કુસુમાંજલિપૂર્વક સર્વોષધિ કપૂર, કેસર, ચંદન અગર પ્રમુખથી જળમિશ્રિત ઘી-દૂધથી સ્નાત્ર કરે. પછી સુગંધી મલયચંદનાદિકે કરી પ્રભુને વિલેપન કરે છે. પછી સુગંધી જાતિવંત જાઈ પ્રમુખના ઉત્તમ ફુલો, તેની માળાથી ભગવંતને પૂજે, પછી રત્નના ઘરેણા, મુગટ વગેરેથી શોભાયમાન કરે. વસ્ત્રોનું પરિધાપન કરે. પછી ભગવંતની આગળ સિદ્ધાર્થક શાલિતંદુલાદિકથી અષ્ટમંગલ આલેખન કરે છે. એટલે સ્વચ્છ અક્ષતથી અષ્ટમંગલ કરે. તો આગળ બલિ, મંગળદીવો, દહીં, ઘી પ્રમુખ મૂકે. પછી ભગવંતને મસ્તકે ગોરોચનનું તિલક કરે. એમ જ ગાથાઓનો જાણવો. એટલે પૂર્વોક્ત વિધિએ તથા શુદ્ધદ્રવ્યથી પૂજા કરે તો પ્રાય: ભાવ પણ સારા હોય. એ ઉપરાંત શું અધિક ? એ જ બહુ લાભકારી છે. એમ પૂજા કરીને પછી ઇરિયાવહી પ્રતિક્રમણપૂર્વક શસ્તવાદિક દંડક કરી ચૈત્યવંદન કરીને સ્તવન તથા સ્તોત્ર છે, તે કહે તે અહીં મહાબુદ્ધિવંતના રચેલા છે. તેણે કરી ભગવંતની સ્તવના કરવી એટલે કીર્તના કરવી. હવે અહીં ઇરિયાવહીપૂર્વક ચૈત્યવંદના કરવી તે ક્યાં સુધી કરવી તે કહે છે. તે પાઠ :
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy