SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદકુઠાર ૨ ૧૧ ગ્રંથોમાં લખે છે. તેથી એ ગ્રંથ થયા પછી હરિભદ્રાચાર્ય ૯૩ વર્ષે દેવગત થયા. એ સમયે શ્રી સિદ્ધર્ષિ હાજર હતા ત્યારે એ લલિતવિસ્તરા વૃત્તિ બનાવી સંભવે છે, પણ આરોપ તથા સંભાવના કરવાનું કહે છે તે તો ન સંભવે. અને રત્નસંચય તથા પટ્ટાવલી આદિ ગ્રંથોના મતે વીરનિવણથી ૧૨૫૫ અને વિક્રમ સંવત ૭૮૫માં હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા બનાવી હોય તો વિક્રમ સંવત ૯૬ ર નજીક કેટલાક વર્ષ પહેલાંની કરેલી સંભવે. પછી તત્ત્વ બહુશ્રુત જાણે. પણ આત્મારામજી આરોપ તથા સંભાવના કરી સંવતનું મિલન કરે છે તે તો ભોળા જીવોના ગળામાં આકાશના ફૂલનો હાર પહેરાવી હર્ષ પમાડવાની જ મહેનત છે. પ્રશ્ન :- લલિતવિસ્તરાવૃત્તિના કર્તા શ્રી હરિભદ્રસૂરિજી વિક્રસ સંવત ૫૮૫માં થયા કે ૯૬૨માં થયા એવું પૂર્વોક્ત ગ્રંથોના ન્યાયથી એકાંતે સિદ્ધ થતું નથી તો તમો લલિતવિસ્તરાવૃત્તિ માનો છો કે નથી માનતાં ? ઉત્તર :- હે સુભગ ! અમે તો પૂર્વધર અનુયાયી પ્રાચીન તથા અર્વાચીન સ્વગચ્છીય તથા પરગચ્છીય આચાર્યોના સર્વ ગ્રંથ માનીએ છીએ. તો પરમ વૈરાગ્યરસિક ઉપમિતિભવપ્રપંચકથાના કર્તા શ્રી સિદ્ધર્ષિગણિજીની પ્રબોધકગુરુ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની રચનાની વચનચાતુરી દેખતાં જ વાદિરૂપ માતંગોના મત ખરી જાય છે. એવા ઉત્તમ પુરુષોના વચન ન માને તે આત્મારામને તો અમે અભાગ્યશેખર માનીએ છીએ. જેમ ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૩૨ અને ૩૩માં આત્મારામજી આનંદવિજયજી ચૌદપૂર્વધર પંચમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજી કૃત વંદનપયન્ના આશ્રયી લખે છે કે “કોઈપણ ભંડારમાં આ પુસ્તક અમારા હાથ દ્વારા ન ભરાય તો શું આ વંદનપયન્ના શ્રીભદ્રબાહુસ્વામીએ રચ્યું છે કે પછી ભદ્રબાહુસ્વામીજીના નામથી કોઈ ત્રણથીય માનવાવાળા મતપક્ષીએ રચી દીધું છે ?” આવી રીતે વિરુદ્ધ ભાવનું લખવું એ તો જે આભવ-પરભવનો નિરાપેલી નાસ્તિક હોય તથા જેને પરભવ બગડવાનો ભય ન હોય તે લખે. પણ પરભવથી ડરનાર ઉત્તમ પુરુષો ન જ લખે. કેમ કે પ્રથમ તો ગ્રંથ રચનાર પુરુષ પંડિત
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy