SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૨૦૯ હરિભદ્રસૂરિએ તેને પ્રતિબોધવા માટે મહા તર્કો જેમાં કરેલા છે તેવી લલિતવિસ્તરા વૃત્તિ રચી. હરિભદ્રસૂરિ પોતાનું આયુષ્ય થોડું જાણી, લલિતવિસ્તરા વૃત્તિ ગર્ગાચાર્યને સોંપીને અનશન કરીને દેવલોક ગયા, પછી સિદ્ધર્ષિ કાલાંતરે આવ્યા. ગર્ગાચાર્યે લલિતવિસ્તરા આપી. તે વાંચીને સિદ્ધર્ષિ અર્થ પામી ગયા. તેમણે કહ્યું અહો મહાપંડિત હરિભદ્રગુરુ તમે સમકિત આપ્યું. હવે દુર્ગાસ્વામી વિક્રમ સંવત ૯૦૨મા વર્ષે દેવલોક ગયા. તેમના શ્રીણ નામના શિષ્ય આચાર્ય પાટે બેઠા. ગર્ગાચાર્ય સંવત ૯૧૨માં કાળધર્મ પામ્યા. તેમની પાટે સિદ્ધર્ષિ આવ્યા. એથી પણ એમ જણાય છે કે ૮૧૫માં હરિભદ્રસૂરિ હતા તેમની બનાવેલી લલિતવિસ્તરા સંભવે છે. તથા ઉપદેશપદની ટીકામાં શ્રી મુનિચંદ્રસૂરિજી લખે છે કે તંત્ર માર્ગો ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थं लक्षणेत्यरूपि मग्गदयाणમિત્યહિ । જે માર્ગ લલિતવિસ્તરામાં એ જ ઉપદેશપદ શાસ્ત્રના શ્રી હરિભદ્રસૂરિજીએ એ પ્રકારના લક્ષણવાળો કહ્યો છે. આ વાતથી ઉપદેશપદ અને લલિતવિસ્તરા બંનેના કર્તા એક જ હરિભદ્રસૂરિજી છે તેવું સિદ્ધ થાય છે. અને શ્રી દશાશ્રુતસ્કંધ ટીકાના કર્તા શ્રી બ્રક્તઋષિ “સુમતિનાગિલચતુષ્પદી''માં લખે છે કે મહાનિશીથસૂત્રના ઉદ્ધારકર્તા શ્રી હરિભદ્રસૂરિજી મહાવીરપ્રભુ બાદ ચૌદશો વર્ષે થયા. તે પાઠ : ‘વરસ ચઉદશે વીરહ પછે, એ ગ્રન્થ લખિયો તેણેય છે. દશપૂર્વલગ સૂત્ર કહાય, પછે ન એકાન્તે કહેવાય. (૭૭૬)’ એ વચનથી વિક્રમ સંવત ૯૩૦ વર્ષે શ્રી હરિભદ્રસૂરિજી થયા. તેમણે લલિતવિસ્તરાવૃત્તિ બનાવ્યા પછી ૩૨મા વર્ષે એટલે કે વિક્રમ સંવત ૯૬૨ની સાલમાં શ્રી સિદ્ધર્ષિએ ૧૬ હજાર (ગાથા પ્રમાણ) ઉપમિતિ ભવપ્રપંચકથા ગ્રંથ બનાવ્યો. તે ગ્રંથની અંતપ્રશસ્તિના ૧૭મા શ્લોકમાં શ્રી સિદ્ધર્ષિજી લખે છે કે અનાગત એટલે બૌદ્ધમાંથી મને નહીં આવતો જાણીને અથવા અનાગત એટલે જૈનમતનો અજ્ઞાત જાણીને, તથા અનાગત એટલે ભવિષ્યમાં ફરી બૌદ્ધમતિ થઈ જશે એવું જાણીને તથા અનાગત એટલે આગમનક કર્તાનું ભિન્નપણું જાણીને મતલબ કે બાવીશમી વાર
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy