________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૦૩ શ્રીહરિભદ્રસૂરિજીને ગુરુ માન્યા છે, એવો પણ લેખ પંજિકામાં નથી. તોપણ આરોપ તથા સંભાવનાથી સિદ્ધષિજીએ હરિભદ્રસૂરિજીને ગુરુ માન્યા છે આવાં વચન ઉન્મત્ત સિવાય અન્ય કોઈ કહી શકે નહીં. કેમ કે આરોપ તથા સંભાવનાનું કરવું, કરાવવું તો પરોક્ષનું છે પણ પ્રત્યક્ષનું નથી. અને શ્રી સિદ્ધર્ષિજીએ તો શ્રી હરિભદ્રસૂરિજીને વર્તમાન છતાં પ્રત્યક્ષ ગુરુ કહેલા તેવું શાસ્ત્રો લખે છે. તથા લલિતવિસ્તરા પંજિકાના કર્તા શ્રી મુનિચંદ્રસૂરિજી તાનીય શ્રી રત્નશેખરસૂરિજી શ્રાદ્ધપ્રતિક્રમણદીપિકામાં લખે છે કે શ્રી હરિભદ્રસૂરિજીના શિષ્ય શ્રી સિદ્ધર્ષિજી તે એકવીશ વાર બૌદ્ધમાં ગયા. તેમને સ્થિર કરવા માટે લલિતવિસ્તરા વૃત્તિ બનાવી. તે પાઠ : ___ मिथ्यादृग्संस्तवे श्रीहरिभद्रसूरिशिष्यसिद्धसाधोतिं - स सौगतमतरहस्यमर्मग्रहणार्थं गतस्तैर्भावितो गुरुदत्तवचनत्वान्मुत्कलापनायागतो गुरुभिर्बोधितो बौद्धानामपि दत्तवचनत्वान्मुत्कलापनार्थं गतः पुनस्तै वितः एवमेकविंशतिवारान् गतागतमकारीति तत्प्रतिबोधार्थं गुरुकृतललितविस्तराख्यशक्रसंस्तववृत्या दृढं प्रतिबुद्धः श्रीगुरुपाद्वे तस्थौ इति पंचमोऽतिचारः ॥५॥
અર્થ :- મિથ્યાષ્ટિના પરિચયમાં શ્રી હરિભદ્રસૂરિ શિષ્ય સિદ્ધસાધુ બૌદ્ધમતનો સાર લેવા ગયા. બૌદ્ધોએ પોતાના મતની શ્રદ્ધા કરાવી. ગુરુને વચન આપીને આવ્યા હતા તે વચન છોડાવવા આવ્યા. ગુરુએ જૈનની શ્રદ્ધા કરાવી. તે બૌદ્ધોનો પણ વચન આપીને આવ્યા હોવાથી તે છોડાવવા ગયા. તેઓએ ફરી પોતાના મતમાં કર્યા. આમ એકવીશ વખત જવુંઆવવું સિદ્ધર્ષિએ કર્યું. તેના પ્રતિબોધ માટે ગુરુએ લલિતવિસ્તરા નામે શકસ્તવની વૃત્તિ કરી. તેનાથી તે ગાઢ પ્રતિબોધ પામ્યા અને શ્રી ગુરુ પાસે રહ્યા.'
એ શાસ્ત્રપાઠના મતાનુસાર શ્રી હરિભદ્રસૂરિજીની સાથે જ શ્રી સિદ્ધર્ષિ સંભવે છે. કેમ કે હરિભદ્રસૂરિએ શ્રી સિદ્ધર્ષિજીને એકવીસ વાર પ્રતિબોધ કર્યા પછી દઢ પ્રતિબોધ કરવા લલિતવિસ્તરા વૃત્તિ બનાવી. તો ૪૦૦ વર્ષને અંતરે પરોક્ષપણામાં ગતાગમ પ્રતિબોધનું કારણ કેમ થાય ? તેથી
૧૭