SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૧૫૫ પ્રાચીન કાળમાં પ્રગટ ભાષ્યમાં ત્રણ જ સ્તુતિ દેખીએ છીએ. શિષ્ય કહે છે કે, આમ કેમ કહો છો ? એમ જો શંકા કરતાં હો તો તેનો આ ઉત્તર છે કે, બીજા ભેદના વ્યાખ્યાનના અવસરમાં ‘“નિસડ” ભાષ્યગાથામાં સર્વ ચૈત્યમાં ત્રણ જ સ્તુતિ કરવી એમ ત્રણ સ્તુતિનું જ ગ્રહણ કરવું છે. એમ બે ભાષ્યનો પૂર્વાપર વિચાર કરી ત્રણ સ્તુતિ જ કરવી, એ જ પ્રાચીન છે અને ચોથી થોયનું કહેવું આધુનિક છે, એટલું તાત્પર્ય છે એટલે એટલો જ સિદ્ધાંત થયો. એમ પંચાશકટિપ્પણમાં અર્વાચીન શબ્દનો આધુનિક અર્થ કહ્યા છતાં પણ આત્મારામજી પોતાની મરજીમાં આવે તેમ અર્વાચીન શબ્દનો અર્થ આચરણા લખે છે તે ચોથી થોય પ્રાચીન સ્થાપવા ભોળા જીવો આગળ ખોટાં ગપાટાં મારી એકાંતે મહેનત કરે છે. તે મહેનતથી નુકસાન માત્ર એટલું જ છે કે આવી રીતે ઉત્સૂત્રભાષણ કરવાથી સમ્યક્ત્વ જાય છે એ વાત કોઈપણ જૈનધર્મી જિનાજ્ઞાનો આરાધક હશે તે અવશ્ય મંજૂર કરશે, તો પછી અધિક શું કહેવું ? ॥ इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारेऽपरनामनि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयछेदनकुठारे तिसृभिः स्तुतिभिः पूर्वधरपूर्वाचार्यानुयायी जघन्यमध्यमोत्कृष्टचैत्यवन्दनाभेदनिदर्शनं तथा पंचाशकपाठनिर्णयनिदर्शनं નામ અટ્ટમ: પરિચ્છેલઃ ॥ તથા પૂર્વોક્ત પૂર્વધર કૃત ગ્રંથોને અનુયાયી પંચાશકજીમાં શ્રી હરિભદ્રસૂરિજીએ તથા વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ જેમ ત્રણ થોયથી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની ચૈત્યવંદના દર્શાવી તેમ જ સંઘાચાર નામના ચૈત્યવંદનમહાભાષ્યમાં શાંત્યાચાર્યજીએ પણ પંચાશકજીમાં જઘન્યમધ્યમ-ઉત્કૃષ્ટ એ ત્રણ ઉપલક્ષણરૂપ ભેદ કહેવાથી બાકીના એકેક વંદનાના સ્વજાતીય બે-બે ભેદ ગ્રહણ કરી પંચાશકજીને અનુયાયી નવ ભેદની ચૈત્યવંદના દર્શાવી છે. તે પાઠ : ૧૪ चिइवंदण तिभेया, जहन्नउक्कोसमज्झिमा चेव । एक्क्का वि तिभेया, जेट्ठ विजेट्ठा कणिट्ठा य ॥५३॥
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy