________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
શ્રી અભયદેવસૂરિજીએ સંમત કે અસંમત કહ્યા નથી તો અમે આત્મારામજીને કહીએ છીએ કે પૂર્વધર પૂર્વાચાર્ય ચૈત્યવંદનામાં ત્રણ થોય માનતા આવ્યા છે. તથા સ્વગચ્છ-પરગચ્છમાં પૂજા આદિ વિશિષ્ટ કારણે ચા૨ થોય માનતાં આવ્યાં છે એ મતને અમે નિષેધતાં નથી તો તમારે પણ નિષેધ ન કરવો જોઈએ. કેમ કે સંમત-અસંમત મત તો તમારા કહેવા પ્રમાણે અંગીકાર કરવા યોગ્ય નથી તેમ છોડવા યોગ્ય પણ નથી. તો ‘ચતુર્થસ્તુતિનિર્ણય’ પાના ૭ અને ૮માં “યે દ્રોનો મત દેં હૈં” “આમાંથી અમે એકનો પણ નિષેધ કરતાં નથી.’ આવું લખીને વળી પાના ૧૨૧માં લખો છો કે, “શ્રી જિનમતની વિરુદ્ધ જે ત્રણ થોયનો મત છે તેને ક્યારેય અંગીકાર કરવું તો દૂર રહે પરંતુ તેને અંગીકાર કરવાનો વિચાર પણ આપણા મનમાં ન કરો.” વગેરે પૂર્વાપવિરુદ્ધ લેખ લખતાં તમને કંઈ પણ શરમ આવતી નથી ? વળી, એવું પણ નથી વિચારતાં કે પૂર્વાચાર્યની અપેક્ષાએ અમે બહુ તુચ્છબુદ્ધિવાળા છીએ. શ્રી અભયદેવસૂરિજી જેવા નવાંગી ટીકાકારે પૂર્વાચાર્યની સંમતિએ ત્રણ થોયના મતને માન્ય કર્યો નથી આવું લખી તથા ચૈત્યવંદનામાં ત્રણ થોયનું ઉત્થાપન કરી એકાંતે ચોથી થોય સ્થાપી કઈ ગતિમાં જશો ?
૧૫૩
વળી, “જે વસ્તુ આચરણાથી કરાય તેને અર્વાચીન કહેવાય'' આવું આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણયના નવમા પાના પર લખે છે, તે અભિમાન નામના ગધેડાં પર ચઢીને લખ્યું હોય તેવું છે. કારણ કે “આચરણાથી જે વસ્તુ કહી જાય તેને અર્વાચીન કહેવાય'' આવું કોઈપણ જૈનશાસ્ત્રમાં લખ્યું જ નથી. વ્યાકરણ-શબ્દકોષ જેવા જૈન અને ઇતર કોમના ગ્રંથોમાં અર્વાચીન પદનો અર્થ “નવીન” કર્યો છે, પણ અર્વાચીન પદનો અર્થ આચરણા કર્યો નથી. તથા જીત કહો કે કરણી કહો કે આચરણા કહો વગેરે આચરણાના એક અર્થી શબ્દો જૈનશાસ્ત્રોમાં લખ્યા છે, પણ ઉત્સૂત્રભાષણ કરવાથી અનંતસંસાર વૃદ્ધિ પામે એવા જ્ઞાનીના વચનને અવગુણી અને પરભવની બીક ન રાખતાં આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૧૪માં અર્વાચીન