SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરી પછી ત્રણ થોય ધીમા શબ્દે કહે. કારણ કે ઊંચા અવાજે બોલવાથી ગરોળી પ્રમુખ હિંસક જીવ જાગી જાય. પછી વાંદીને કાળનિવેદન કરે. જો દેરાસર હોય તો વાંદે. એમ આવશ્યકચૂર્ણિમાં છે. અને આવશ્યક કરીને જિનેન્દ્ર ઉપદેશિત ગુરુ ઉપદેશ કરીને ત્રણ થોય કરીને ડિલેહણા કરી કાળગ્રહણ કરે. એમ આવશ્યક-નિશીથ-વ્યવહારચૂર્ણિમાં આવશ્યક કરીને તીર્થંકરે ગણધરોને ઉપદેશ આપ્યો. ત્યારપછી પરંપરાએ અમારા ગુરુના ઉપદેશે કરીને આવ્યો. આવશ્યક કરીને અન્ય ત્રણ થોય કરે. અથવા એક થોય એક શ્લોકની, બીજી થોય બે શ્લોકની, ત્રીજી થોય ત્રણ શ્લોકની. તેની સમાપ્તિ કાળવેળાએ પડિલેહણાવિધિ કરવો. અમારા આચાર્ય-ઉપાધ્યાયે જેમ કહ્યું તેમ ગુરુ ઉપદેશે ત્રણ થોય પહેલી એક શ્લોકની, બીજી બે શ્લોકની તથા ત્રીજી ત્રણ શ્લોકની કરીએ છીએ. વ્યવહારચૂર્ણિમાં પ્રતિક્રમણ સમાપ્તિના વિષે જ્ઞાન, દર્શન, ચારિત્રના અર્થે ત્રણ થોય કહ્યા છતાં મુખવન્નિકાદિક પડિલેહણા સંપૂર્ણ થયા પછી સૂર્ય ઊગે એ પડિલેહણકાળનો વિભાગ જાણવો. અહીં ત્રણ શ્લોકાદિ થઈ જે કહી તે પદ અક્ષરાદિ કે વર્ધમાન સ્વરે કરીને કહેવાનું કહ્યું છે. પણ તેઓનું નામગ્રહણ કોઈ આગમ, ચૂર્ણિ, વૃત્તિ આદિમાં દેખાતું નથી. પણ આચાર્યપરંપરાએ આવેલા નમોડસ્તુ વર્ધમાનાય, વિશાલલોચનદલં, સંસારદાવા આદિ જુદી-જુદી થઇ ત્રણના, પદ અક્ષરની વૃદ્ધિએ વર્ધમાન સ્વરે કરીને કહીએ છીએ અને ને તિત્વરે માવંતે ઇત્યાદિક ત્રણ થોય કોઈક કહે છે તે પદ અક્ષરે કરીને પણ વર્ધમાન ન જાણવી. વર્ધમાન ત્રણ થોયનો વિચાર સંપૂર્ણ ॥ પ્રશ્ન :- આ પાઠમાં પ્રતિક્રમણસમાપ્તિમાં વર્ધમાનથોય કહી છે, પણ ચૈત્યવંદનમાં કહી નથી. જવાબ :- હે મહાનુભાવ, કમળો હોય તેને પીળું દેખાય તેમ જેને સ્વમતાગ્રહ નામનો રોગ થયો હોય તે શ્રી કેવલીના મુખથી સાંભળે તોય પોતાના દુરાગ્રહને છોડે નહીં, તોપછી શાસ્ત્રપાઠ તો ક્યાંથી માને ? પણ અપક્ષપાતી તટસ્થ પુરુષોને તો શાસ્રવચન માન્ય થાય જ. પણ જેમ સૂર્ય
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy