________________
૭૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૨૬) પાક્ષિકસ્ત્રાવચૂરી : ૭૪
આમાં ચાર થાય કહી નથી. શ્રુતદેવીને જિનેન્દ્રવાણી ન માનતાં વ્યંતરરૂપે આત્મારામજી માને છે. (૨૭) પંચાલક શ્રી હરિભદ્રસૂરિકૃત : ૪
આમાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે ચૈત્યવંદના કહેલ છે. પણ ચાર થોય કહેલ નથી. ભોળા લોકોનો લૌકિક મિથ્યાત્વ છોડાવવા અને લોકોત્તર માર્ગનો અભ્યાસ કરાવવા માટે દેવતાને ઉદ્દેશીને તપ કરવાનું કહ્યું છે. પણ બુદ્ધિવાળાને આ વાત કહેલ નથી. આત્મારામજી આ પ્રમાણે માનતાં નથી. (૨૮) પંચવસ્તુ શ્રી હરિભદ્રસૂરિકૃત : ૨૫
આમાં કહેલી પ્રતિક્રમણવિધિની શરૂઆતમાં ચાર થાયથી દેવવંદના કરવાનું કહેલ નથી. શ્રુતદેવતા વગેરેનો આચરણાએ કાયોત્સર્ગ કહ્યો છે. પ્રતિક્રમણના અંતે મંગલ એવી ત્રણ થોય કરવાનું કહેલ છે. તે પછી ચોમાસી-સંવત્સરી અને પક્ઝી ગાથા સાક્ષીએ કરીને કરવાનું કહેલ છે. (૨૯) પંચાશક મૂલ અને તેની અભયદેવસૂરિકૃતવૃત્તિ ઃ ૬૩
આમાં ચાર થાય કહેલ નથી. ભોળા લોકોનો લૌકિક મિથ્યાત્વ છોડાવવા, લોકોત્તર માર્ગનો અભ્યાસ કરાવવા માટે દેવતાને ઉદેશીને તપ કરવાનું કહ્યું છે. તે પણ સમજુ માણસો માટે નહીં.
વળી, વીરશાસનમાં સાધુએ ફક્ત સફેદ વસ્ત્રો જ પહેરવાં તેવું કહેલ છે. જયારે આત્મારામજી તો પીળા વસ્ત્ર પહેરે છે. આનો અર્થ એ થયો કે આત્મારામજી આ શાસ્ત્રને માનતાં નથી. આ નવાંગી ટીકાકાર મહાપ્રભાવક આચાર્ય શ્રી અભયદેવસૂરિ વિક્રમ સંવત ૧૧૩૫ આસપાસ થયા છે. તેમનું કહ્યું પણ આત્મારામજી માનતાં નથી. (૩૦) પંચાશકવૃત્તિ અભયદેવસૂરિકૃત વૃત્તિ (ફરીવાર) : ૮ આમાં આ મુજબ કહેલ છે : (૧) જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વંદનામાં નવ પ્રકારની દેવવંદના ત્રણ થાયથી સિદ્ધ થાય છે.