SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા હશે, જે પૈકીનાં કેટલાકે જાણી જોઈને અથવા અજ્ઞાતપણે તેમને માટે પુષ્કળ મુશ્કેલીઓ પેદા કરી હશે.* આમાંની કેટલીક મહાવ્યથાઓ કોઈપણ મનુષ્ય માટે તેમણે જેમ સહન કરી હતી તે રીતે શાંતિપૂર્વક અને ચૂપચાપ સહન કરવી અત્યંત અઘરી હતી. સંગીન અને નિરોગી શરીર સૌષ્ઠવ ઉપરાંત એ બાબતની ના પાડી શકાય એમ નથી કે મહાવીર અમર્યાદ સહનશક્તિ ધરાવતા હતા. પરંતુ આને કેવી રીતે સમજાવી શકાય ? તેમણે પોતાની જાતે દેહને આપેલી યાતનાઓ કે જે સમાધિની પરાકાષ્ઠાએ પહોંચી હતી અને જે અનન્ય નિશ્ચયબળના પરિણામે પેદા થઈ હતી તેને બાજુએ રાખીએ તો પણ જે વ્યથાઓએ તેમને ઈજા પહોંચાડી હતી તેને માટે કેવળ અમર્યાદ સહનશક્તિની ક્ષમતા જ પર્યાપ્ત ન હતી, પરંતુ સજીવ પ્રાણીઓની વાસ્તવિક પ્રકૃતિની સૂક્ષ્મ સમજ હોવી અને ઊંડી આંતરસૂઝની સાથેસાથે કર્મના લોખંડી સિદ્ધાંતમાં અડગ વિશ્વાસ હોવો એ પણ એટલું જ આવશ્યક હતું. (સંદર્ભ : Pussa Nemittaka : Possessing all bodily marks : p. 100 Physical Strength). પરંપરાગત લેખકો અનુસાર તે બધી જ વ્યક્તિઓ કે જેઓ એના એ જ જન્મમાં મુક્તિ-મોક્ષ માટે લાયક બને છે તેઓને ખાસ પ્રકારના દૈહિક શરીર સૌષ્ઠવની બક્ષિસ મળેલી હોય છે.* આવી વ્યક્તિઓના દેહના સાંધા એટલા બધા મજબૂત હોય છે કે તેમની ઉપર થઈને ઘોડા જોડેલો રથ પસાર થઈ જાય તો પણ તેમને કશી જ અસર થતી નથી. વાસ્તવમાં મહાવીર પણ જેઓ બધા મોક્ષ માટે લાયક હતા તે બધામાં સર્વશ્રેષ્ઠ હતા અને તેમને પણ દેહના આવા જ મજબૂત સાંધાની બક્ષિસ મળી હતી. હરિનેભેશી નામના દેવે ગર્ભને સ્થાનાંતરિત કર્યો. તેમણે એમ વિચાર્યું કે મહાવીર જેવી મહાન વિભૂતિ બ્રાહ્મણના નીચા પરિવારમાં જન્મ લે તે તેમને માટે કોઈ રીતે યોગ્ય ન હતું. * * બે ઢીંચણ વચ્ચેનું અંતર અને ડાબા ખભા અને જમણો ઢીંચણ અને જમણા ખભા અને ડાબો ઢીંચણ વચ્ચેનું અંતર જ્યારે તેઓ પલાંઠી વાળેલી સ્થિતિમાં બેઠેલા હોય ત્યારે એકસમાન રહેતું હતું. કપાળ અને દેહનું કેન્દ્ર (નાભિ) વચ્ચેનું અંતર પણ એકસમાન રહેતું હતું. પરંપરાગત લેખકો તેને ‘વઋષભ નરાચા' તરીકે ઓળખાવે છે અને આ શબ્દસમૂહને તેઓ વિવિધ ઉપમાઓથી સમજાવે છે. ~૪૨૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy