SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી જ તેઓ તેમને દૈવી ગુણો વાસ્તવમાં ધરાવતા જ હતા એ રીતે વર્ણવે છે. પ્રાથમિક રીતે આ ગુણો દેહ, વાણી અને મનની સર્વોત્કૃષ્ટતા સાથે સંદર્ભિત છે. છેક તેમના જન્મથી શરૂ કરીને એટલું જ નહીં, પરંતુ તેનાથી યે પહેલાં અર્થાત્ ગર્ભધારણથી શરૂ કરીને તે પરિનિર્વાણ સુધી કંઈક અસામાન્ય, કંઈક અદ્વિતીય પૂજ્યભાવ તેમને વીંટળાઈ વળે છે, અને દરેક વખતે જ્યારે આપણે કોઈ નિર્ણય ઉપર આવીએ તે પહેલાં રખેને આપણે કંઈક વધારે પડતું માની લઈએ તે અંગે આપણે સાવધ રહેવું પડશે. Upasaka Dasaoમાં આ દસ ગૃહસ્થો (બ્રાહ્મણો)ના જીવનનું વિગતે વર્ણન આપવામાં આવેલું છે. * * Meghakumar's Life, p. 255 અભિપ્રાયમાં એવું જોવામાં આવ્યું છે કે તેમણે જમાલિ અંગેનું વર્ણન કર્યું છે અને ગોસાલકા અંગેનું વર્ણન પણ કર્યું છે. શરીર સૌષ્ઠવ ઃ એવો મનુષ્ય કે જે સમાન રીતે દેવો અને મનુષ્યોના આગેવાન બનવા માટે જ જન્મ્યો હોય તેનામાં સઘળી મુશ્કેલીઓ અને કઠણાઈઓ સામે ટકી શકવાની તાકાત હોવી જોઈએ. કેવળી તરીકેનું સ્થાન કોઈ સ૨ળ ઉડ્ડયન દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી, પરંતુ તે તપશ્ચર્યા કરીને તેમજ આદર્શ સંન્યાસીના અડગ-હિંમતભર્યા જીવન જીવનના કઠિન નીતિનિયમોનું પાલન કરીને પ્રાપ્ત કરી શકાય છે. આવા આદર્શ સાથે કાર્ય કરવું હોય તો તે વ્યક્તિ અદ્વિતીય રીતે મજબૂત શરીર સૌષ્ઠવ ધરાવતી હોવી જોઈએ. આપણે જૂનવાણી જીવન ચરિત્રકારોની વાતોને સત્ય માનવાની આવશ્યકતા નથી. તેઓ જ્યારે કહે છે કે મહાવીરનાં ચરણોના જરાક સ્પર્શથી પણ મેરૂ પર્વતનાં શિખરો નીચે નમી જતાં. વળી આપશે એવી વાર્તાઓને પણ સત્ય માનવાની જરૂર નથી કે તેની ઉપર સર્પ ફેંકીને અથવા તેની પીઠ ઉપર જોરદાર મુક્કો મારીને કોઈ દેવને ભાર કરાવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પણ એ સત્ય છે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં તેર વર્ષ સુધી મહાવીરે સખત પરિશ્રમ કર્યો હતો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનાથી બમણાં વર્ષો સુધી તેઓ બિનવિવાદાસ્પદ રહ્યા હતા. આ લાંબા સમય દરમ્યાન તેઓ વિવિધ પ્રકારના લોકો સાથે સંપર્કમાં ૪૨૪ ×
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy