SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (8) તેણે અન્યની પત્નીની સોબત કરવી જોઈએ નહિ. (4) જે ખોટું છે એવું તેણે બોલવું જોઈએ નહિ. (5) ઉન્માદ-કફજનક પીણાંઓ તેણે પીવાં જોઈએ નહિ. પરંતુ આ કેવળ નકારાત્મક છે. બૌદ્ધ ધર્મને આની સાથે સાથે જ કિશુંક હકારાત્મક પણ આવશ્યક બને છે. ચાર ઉમદા સ્થિતિઓ પણ છે, કે જે એક સંન્યાસીએ વિકસાવવી જોઈએ. સંન્યાસીએ તેના હૃદયને કેળવવું જોઈએ, વિવિધ પ્રકારના અને સઘળાં લોકો પ્રત્યે તેણે પ્રેમ અને અનુકંપા ધરાવવાં જોઈએ. તેનામાં એકસમાન નાજુક લાગણીઓ હોવી જોઈએ કે જે એક માતા પોતાના બાળક પ્રત્યે ધરાવે છે, તે આનંદથી ભરપૂર હોવો જોઈએ અને એજ પ્રમાણે આનંદ અને મોજ, લાભ અને હાનિ અસામાન્ય બાબતો વિકસાવવી વગેરેથી પણ ઉપર ઊઠવાની રીત તેણે જાણવી જોઈએ. સંન્યાસી કે જે મુક્તિ-મોક્ષ તરફ દોરી જતા પંથની પગદંડી રચે છે, તેણે હંમેશાં સાવધાન રહેવું જોઈએ. તેણે શુદ્ધાતર, ઉચ્ચતર અને ઉમદાતર જીવન જીવવાનો સભાન પ્રયત્ન કરવો જોઈએ. આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનાં જોખમો-સંકટો સામે તેણે પોતાની જાતનું રક્ષણ કરવું જોઈએ. તેણે સઘળાં સંવેગોથી પોતાની જાતને શુદ્ધ રાખવી જોઈએ કે જે તેને માટે વિનાશ લાવે એવી સંભાવના હોય. (Arumana Sutta Maihina Nikaya). જે રીતે પુરુષ અથવા સ્ત્રી કે જેઓ યુવાન છે અને જે ચોખ્ખા રહેવામાં આનંદ અનુભવે છે, જેઓ તેમનું મુખારવિંદ ચક્યકિત અને ચોખ્ખા અરીસામાં અથવા પાણીના ચોખ્ખા ઝરણામાં જુએ છે અને તેઓ શોધી કાઢે છે કે તેના ઉપર કોઈ ડાઘો કે ધબ્બો છે અને તેઓ આ ડાઘા કે ધબ્બાને દૂર કરવા માટે કષ્ટ ઉઠાવે છે અને પરિણામે તેઓ જુએ છે કે હવે તેની ઉપર (મુખારવિંદની ઉપર) કોઈ ડાઘો કે ધબ્બો નથી ત્યારે તેઓ આનંદિત થઈ ઊઠે છે, અને બોલી ઊઠે છે, “સારું થયું કે હવે હું ચોખ્ખો છું.” તેમ છતાં પણ જ્યારે સંન્યાસીઓ જુએ છે કે તેઓ હજી સુધી પણ તે સઘળાં દુષ્ટ, દગાબાજ સંવેગોમાંથી મુક્ત થયા નથી, ત્યારે તેમણે આ સઘળાં દુષ્ટ, દગાબાજ સંવેગોમાંથી મુક્ત થવા માટેનો સતત પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ - ૩૪૬ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy