SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જો કોઈ મનુષ્ય જન્મના વિષચક્ર, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી છટકવા ઇચ્છે તો તેણે સઘળાં દુઃખોનું અંતિમ કારણ નહિ, તો છેવટે અત્યંત અગત્યના કારણ અર્થાત તદ્દાનો સંપૂર્ણ નાશ કરવો જોઈએ. જે કોઈ વ્યક્તિ તેનો કબજો ધરાવે છે, તે તૃષ્ણા, તે તિરસ્કારપાત્ર વસ્તુ કે જે આ સૃષ્ટિ દ્વારા તેનું ઝેર રેડે છે, તેમનાં દુઃખો ઘાસ વધે તેમ ઝડપથી વધે છે, જે કોઈ વ્યક્તિ તેનો કબજો ધરાવે છે તે તૃષ્ણા, તે તિરસ્કારપાત્ર વસ્તુ કે જેમાંથી આ સૃષ્ટિમાં છટકવું મુશ્કેલ છે. યાતનાઓ તેમની ઉપર કમળનાં પુષ્પોમાંથી ટપકતાં જલબિંદુઓની જેમ વરસે છે. કાપેલા (ઉપરથી) વૃક્ષનાં પણ મૂળ જો ઈજા રહિત હોય તો તે (વૃક્ષ) ભારે શક્તિપૂર્વક વૃદ્ધિ પામે છે, તે જ રીતે તૃષાની ઉત્તેજના સંપૂર્ણ રીતે મરી પરવારી નહિ હોય તો હંમેશાં યાતનાઓ ફરીથી અવિરતપણે બળપૂર્વક ઉદ્દભવ પામે છે. (Dhamma Pada 336, 388, 854). સંશોધક મનમાં પેદા થતો દ્વિતીય પ્રશ્ન છે - આ ઘટકો, અજ્ઞાન, તૃષા વગેરેમાંથી કોઈ મનુષ્ય શી રીતે મુક્તિ મેળવી શકે? (Tahhailla etc.) આ માટે બૌદ્ધ ધર્મ ઉમદા અષ્ટમાર્ગીય પંથનો નિર્દેશ કરે છે, જે આ પ્રમાણે છે : સાચી શ્રદ્ધા, સાચો નિર્ણય, સાચી વાણી, સાચાં કર્મો, સાચી રીતે જીવન જીવવું, સાચો પ્રયત્ન, સાચો વિચાર અને સાચી સ્વ-એકાગ્રતા. વધુમાં તે શીલ, સમાધિ અને પન્નાને વિક્સાવવાની હિમાયત કરે છે. અત્રે શીલ વગરનું પન્ના અને પન્ના વગરનું શીલ એ કોઈ રીતે લાભપ્રદ નથી. બંને પરસ્પરાવલંબિત છે. એકને બીજાની મદદથી પવિત્ર અને પૂર્ણ બનાવી શકાય છે. જે રીતે હાથ હાથને અને પગ પગને ધૂએ છે તે રીતે પ્રામાણિકતાનું છે, જ્યાં પ્રામાણિકતા છે ત્યાં ડહાપણ છે અને જ્યાં ડહાપણ છે ત્યાં પ્રામાણિકતા છે. પ્રમાણિક મનુષ્યનું ડહાપણ અને ડાહ્યા મનુષ્યની પ્રામાણિકતા એ સૃષ્ટિમાં રહેલાં સઘળાં પ્રામાણિકતા અને ડહાપણ છે, તેમના સર્વોચ્ચ મૂલ્ય માટે સામાન્ય લોકો અને સંન્યાસીઓ માટે એકસમાન એવા વર્તન માટેના પાંચ અતિ મહત્ત્વના નિયમો છે. (1) તેણે કોઈની હત્યા કરવી જોઈએ નહિ. (2) તેણે અન્યોની મિલકત (તેમની પાસેથી) છીનવી લેવી જોઈએ નહિ. - ૩૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy