SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ ઉપર પરિશિષ્ટોમાં આપવામાં આવી છે. દિગંબરો દ્વારા શ્વેતાંબરોની સામાન્ય સ્વીકૃતિ હોવા છતાં અન્ય કેટલાક મહત્ત્વના તફાવતો પણ છે જેની નોંધ આપણે યોગ્ય સમયે લઈશું. પરંતુ સમય જતાં પાટલીપુત્ર સભાએ સંકલિત કરેલાં અંગો ધીમે ધીમે ભૂલાઈ ગયાં અને આ ગ્રંથોનું પુનઃસંસ્કરણ આવશ્યક બન્યું અને પ્રણાલીગત રીતે ઈ.સ. 454માં દેવાર્ષિના વિદ્વતાપૂર્ણ અધ્યક્ષપણા હેઠળ ધર્મસંપ્રદાયની સભામાં તે શક્ય બન્યું અને આ પવિત્ર ધર્મગ્રંથોનું આજે આપણને પ્રાપ્ય છે તેવા સ્વરૂપમાં પુનઃસંસ્કરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અહીં સુધી આપણો પ્રણાલીગત પ્રચલિત વાર્તાને અનુસર્યા છીએ. હવે આપણા માટે માહિતીના સ્ત્રોતો બન્યા છે એવાં “અંગોને શું મૂલ્ય પ્રદાન કરીશું અને પ્રણાલીઓનું શું મૂલ્ય આંકીશું એ નક્કી કરવાનું ન્યાયયુક્ત કાર્ય એ આપણું મુખ્ય કાર્ય બને છે. આ પ્રણાલિકાઓનું મૂળભૂત મૂલ્ય આંકવું એ વ્યાપક વિચારો અને જાગ્રત વિવેકબુદ્ધિ ધરાવતા વિદ્વાનો માટે મુખ્ય પ્રશ્ન બની રહે છે. મિ. બાર્થ પોતાના Revue de le historic des Religions Vol. III (P-90) માં સ્વીકારે છે કે કોચલા હેઠળ ઐતિહાસિક પ્રવચનો (ઢોંગ)નો છુપાયેલો છે. વળી પવિત્ર ગ્રંથોમાંથી સત્ય નિષ્કર્ષ તારવી શકવા અંગે તેને શંકા છે, કારણકે ધર્મની સ્થાપના પછી આશરે એક હજાર વર્ષના અતિ વિલંબિત સમય પછી ઈસવીસનની પાંચમી સદીમાં આ ધર્મગ્રંથો લખાયા હતા. તેના નિવેદન મુજબ સંપ્રદાયના પ્રાચીન યુગથી આત્મહુરિત અને સાતત્યપૂર્ણ અસ્તિત્વ હોવા છતાં વિશિષ્ટ સંપ્રદાયની પ્રત્યક્ષ પ્રણાલિકાઓ અને અહેવાલો હજી સુધી રજૂ કરવામાં આવ્યા નથી. તે કહે છે કે, “જૈન મુનિઓ ઘણી સદીઓ દરમ્યાન યોગીઓનાં અનેક જૂથોથી અલગ ઓળખ ધરાવતા ન હતા અને વહેતા અસ્પષ્ટ અસ્તિત્વથી વધુ કોઈ વિશેષતા ધરાવતા ન હતા. - “જૈનોની પ્રણાલિકા બૌદ્ધોની પ્રણાલિકાના અનુકરણમાં સંદિગ્ધ સ્કૃતિના સ્વરૂપમાં હોય એમ દેખાય છે.” પરંતુ મિ. બાર્થની મીમાંસા એવી ધારણા પર આધારિત હોય એમ દેખાય છે કે જૈનો તેમની પવિત્ર વિદ્યાની જાળવણીમાં બેદરકાર હોવા
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy