SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (હે સર્વોપરી ભગવનું) સંસારત્યાગ કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું અને (વચન આપું છું કે હું સર્વ પ્રકારનાં પાપમય કાર્યોથી દૂર રહીશ. જ્યાં સુધી હું ત્રણ રીતે જીવિત હોઈશ (મન, વાણી અને દેહથી) ત્યાં સુધી ત્રણ વખત હું મારી જાતે કોઈ જ પાપમય કાર્ય કરીશ નહીં, કોઈની પાસે હું તેવું કરાવીશ નહીં અને અન્યો જો એવું કરતા હશે તો હું તેને અનુમોદના કરીશ નહીં વગેરે. યતિ જીવન અંગેના સર્વ વિરાટી સામયિક વ્રતનાં તેમનાં ઉપવાક્યો સાથેનાં પાંચ મહાવ્રતો (મહાન પ્રતિજ્ઞાઓ) નીચે મુજબ છે. ' કેવલજ્ઞાન પૂર્વેનો વિહાર એ સર્વ ધર્મોપદેશકો માટે સત્ય છે કે તેઓ સત્ય પ્રાપ્ત કરે/પામે તે પહેલાં તેમણે તેને માટે ખોજ કરવી પડે છે. સત્યના શોધક માટે આ મથામણનો સમયગાળો અનિવાર્ય છે. બુદ્ધના કિસ્સામાં આ સમયગાળો લગભગ સાથે વર્ષનો હતો. મહાવીરના કિસ્સામાં તે તેર વર્ષનો હતો. - અત્રે એ નોંધવું સંતોષપ્રદ બનશે કે આરંભથી જોકે મહાવીરના જીવનસંબંધી ઘણા મુદ્દા એવા છે કે જેમાં પ્રામાણિક મતભેદ છે, પરંતુ પૂર્વકવણી સમયગાળા વિશે સૌ એકમત છે. તેમણે જે જે સ્થળોએ પરિભ્રમણ કર્યું અને જે ક્રમમાં તેમણએ આ પરિભ્રમણ કર્યું તે તેમના સંસારત્યાગથી માંડીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાં સુધીનો સમયગાળો) પરિશિષ્ટમાં દર્શાવેલ છે. ચાલો આપણે મહાવીરની સાથે સાથે જ શરૂ કરીએ અને દેવોએ આપેલાં વસ્ત્રો સુધી ન અટકતાં આપણે તેમની સાથે જ લાટ પ્રદેશો સુધી ચાલુ રાખીશું. જેમ ગોસાલાએ કર્યું તેમ આપણે તેમને તેમની મથામણની મધ્યમાં છોડી દઈશું નહીં. આપણે તેમને તેમની મથામણોના સમર્થનીય અને છેવટના અંત સુધી અનુસરીશું. પ્રથમ વર્ષ : " બધા જ યાત્રિકો માટેનો એ સોનેરી નિયમ છે કે વજનમાં શક્ય એટલો) હલકા સામાન સાથે યાત્રાએ નીકળવું. તમારી ફરતે જેટલી જરૂરિયાતો વધારશો, એટલી જ વધારે મુશ્કેલીઓ તમે નોતરશો. તે કુસ્તી માટેના ખાડામાં ઊતરનાર મનુષ્ય સમાન છે. આવા મોટા હેતુને પૂર્ણ કરવા
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy