SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખ્યાત વ્યક્તિ છો. આપ ભરયૌવનસભર સ્વર્ગીય કાયા ધરાવો છો. આપ અત્યંત નાજુક અને રૂપાળા છો. અપ્રતિમ સુંદરતા, મોહકતા અને બુદ્ધિમત્તા ધરાવતા એવા આપ અદ્ભુત છો. આપ ત્રણે લોકમાં પ્રખ્યાત છો અને સર્વપ્રકારની કળાઓ, વિજ્ઞાન અને નૈતિકતાની આચારસંહિતામાં આપ પ્રવીણ છો. હવે તમે આકરી તપશ્ચર્યાઓનાં દુઃખો કેવી રીતે સહન કરી શકશો ? તે બાળક ! તમે કાળજીપૂર્વક મહાન પ્રતિજ્ઞાઓનું પાલન કરો છો તેનો મહાવરો તેજ ધારવાળી તલવારની સામે રક્ષણ કરવા સમાન છે. જેમાં અતિશય ત્રાસદાયક સહનશક્તિની જરૂર પડે તેવાં દુઃખો સામે આપ જરાપણ ગભરાશો નહીં. આપના પતિ જીવન દરમ્યાન ઘેર ઘેર જઈને મેળવેલા અતિઅલ્પ શુદ્ધ આહાર વડે આપે આપની કાયાનું જતન કરવાનું છે અને આપે શહેરો અને ગ્રામ્યપદોના આપના રહેઠાણને વર્જ્ય ગણવાનું છે. સંપૂર્ણ જ્ઞાની એવા આપને હું કંઈ પણ કેવી રીતે કહી શકું? પરંતુ આપ ઝડપથી મોક્ષ (અંતિમ મુક્તિ)નું સુખ મેળવવાનો સતત પ્રયત્ન કરજો. ત્યાર બાદ પરિવારની વયોવૃદ્ધ નારીના (ઉપરોક્ત) શબ્દોનો સ્વીકાર કરીને વર્ધમાન સ્વામીએ તેમના મસ્તક ઉપરના અને દાઢીના બધા જ કેશ (વારાફરતી) પોતાના હાથની પાંચ મુઠ્ઠીઓ દ્વારા ચૂંટી કાઢયા અને તે કેશનો જથ્થો વર્ધમાન સ્વામીના હસ્તમાંથી દિવ્ય વસ્ત્રમાં ઈન્દ્ર તેમની સામે પોતાનું મસ્તક અત્યંત નીચું નમાવીને લઈ લીધો. પાંચ મુઠ્ઠીઓમાં (વારાફરતી) શ્રમણ ભગવાન મહાવીરે પોતાના વાળ (આગળ વર્ણવ્યા મુજબ) ચૂંટીને પછી સર્વ મુક્ત આત્માઓને નમો સિદ્ધા એમ કહીને બધા જ સિદ્ધો (મુક્ત આત્માઓ)ને પ્રણામ કરીને અને સર્વ વિરાટી વ્રતનાં પાંચ મહાવ્રતો મહાન પ્રતિજ્ઞાઓ) લઈને, યતિ જીવનમાં કોઈ પણ જાતનાં પાપમય કર્મો નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને સર્વપ્રકારનાં પાપમય કાર્યો કરવા માટે રોકતી પ્રતિજ્ઞાના નીચેના સૂત્રને બોલીને તેમણે ઈન્ડે આપેલું દિવ્ય વસ્ત્ર ધારણ કર્યું અને પવિત્ર આચરણનું અનુસરણ કર્યું. પાંચ કરારો ઉપવાક્યો). સામયિક વ્રતનું સૂત્ર નીચે મુજબ છે : करेमि (भंते) सामाइयं सव्वं सावजं जोगं पश्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं ॥
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy