SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આપે દીક્ષા માટે ક્યાં તેથી તે દીક્ષા ન લઈ શક્યાં, પણ ભાવ દીક્ષા રાખી વિચરે છે.” ભરતે સુંદરીને પૂછયું, “તું દીક્ષા લેવા ઇચ્છે છે?” સુંદરીએ હા કહેતાં ભારતે રજા આપી. અને આટલા દિવસ અંતરાય ર્યા બદલ પચાતાપ કર્યો. ભરતની રજા મળી એટલે સુંદરીએ ભાવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. આ અરસામાં ભારતના નાના અઠ્ઠાણુ ભાઈઓ બાહુબલિ અને સ્વજનોએ દીક્ષા લીધી. ભરત ચક્રીને અરિસા ભુવનમાં કેવળજ્ઞાન એક વખતે ભરત ચક્રી વસ્ત્રપરિધાન બાદ પિતાનું રૂપ નિરખવા આસિા ભુવનમાં પધાર્યા. પિતાનું રૂપ જુએ છે તેવામાં અચાનક રત્ન જડિત વીંટી આંગળીમાંથી સરકી પડી. આભૂષણ વિનાની આંગળી શોભા રહિત લાગી. ચાકીએ માથા ઉપરને મુગુટ દૂર કર્યા અને માથાને આરિસામાં જોયું. ત્યાર બાદ બાજુ બંધ અને ગળાના હાર દૂર મૂક્યા. ચકીની વિચાર ધારા ઊંડી ઊતરી. તેને સમજાયું કે મારી ભૂષા ઘરેણાંના પ્રતાપે છે. તે દૂર થતાં સમગ્ર દેહ શોભા વિનાને છે. અને આ દેહમાંથી આત્મા જતાં તે શરીર પણ ઘરમાં રાખવા યોગ્ય રહેતું નથી. આ દ્ધિ, સિદ્ધિ અને વૈભવ મારે નથી. તેમાં કેળવેલું મમત્વ ખોટું છે. આ ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામી અને તે એટલી બધી આગળ વધી કે તેજ આરિસ્સા ભુવનમાં ભરત ચકીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. - ભરત કેવળીનું નિર્વાણ ઇંદ્રનું આસન કંપ્યું. અવધિ જ્ઞાનથી ભરત ચક્રીને કેવળ જ્ઞાન થયાનું જાણી તેણે ચક્રીને મુનિશ આવે. ભરતે વયમેવ પંચમુષ્ટિ લેચ કરી સાધુ વેષ ગ્રહણ કર્યો. તેમની સાથે બીજા દશ હજાર માંડલિક રાજાઓએ પણ દીક્ષા લીધી. એક લાખ પૂર્વ સુધી જગતના જીવોને પ્રતિબધી ભરત કેવલી અષ્ટાપદ પર પધાર્યા અને અણસણ કરી નિર્વાણ પામ્યા.'
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy